ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાની સદરપુર શાળાના શિક્ષકે મેળવ્યું ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન

Text To Speech

પાલનપુર : સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન ગુજરાત દ્વારા આયોજિત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરીના સન્માનાર્થે ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા, ડીસામાં ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન ગુરૂવારના રોજ ટીમ મંથનના નેશનલ મોટિવેટર તથા ગોગાઢાણી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મગનલાલ માળી, જિલ્લા ડેલીગેટ એન. સી. ટાંક, ફુલચંદભાઈ. ડી. કચ્છવા, ચંદુભાઈ મોદી, દિનેશભાઈ શ્રીમાળી, કલ્યાણસિંહ પુવાર ગોગાઢાણી સરપંચ, ગોગાઢાણી એસ. એમ. સી. અધ્યક્ષ કાંતિલાલ તથા સમસ્ત ગોગાઢાણી ગ્રામજનો દ્વારા સન્માનપત્ર, મોમેન્ટો તથા મેડલ આપી સમગ્ર ભારત દેશના 12 રાજ્યોના 120 ઇનોવેટિવ શિક્ષકોનું તેમને કરેલ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં ડીસા તાલુકાની સદરપુર પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલકુમાર કિશોરભાઈ મોદીની પણ પસંદગી શાળામાં તેમને કરેલ અવનવી વિવિધ પ્રવૃત્તિઓ, ઇનોવેશન, તેમજ 245 થી પણ વધુ ઓનલાઈન ક્વિઝની કામગીરી બદલ સ્કૂલ એકેડમી કેરલા તથા ટીમ મંથન, ગુજરાત દ્વારા મગનલાલ માળીના હસ્તે ગિજુભાઈ રાષ્ટ્રીય શિક્ષક સન્માનપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એસડીએયૂ રૂરલ બિઝનેસ ઇન્કયૂબેશન સેન્ટરની મુલાકાત લેતાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

Back to top button