બનાસકાંઠા: ડીસાના મહિલા તબીબની અખિલ ભારતીય આંજણા ચૌધરી સમાજ મહાસભામાં નિમણુંક
પાલનપુર: સમગ્ર ભારતના આંજણા-ચૌધરી-પટેલ સમાજના મુખ્ય સંગઠન એવી “અખિલ ભારતીય આંજણા સમાજ મહાસભા” નું નવમું મહાઅધિવેશન રવિવારે ત્રિમંદિર,અડાલજ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ,સ્વામી સચ્ચિદાનંદજી ,મહંતશ્રી દયારામજી સહિતના રાજકીય સામાજીક આગેવાનો અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ચૌધરી ભાઈ-બહેનોની હાજરીમાં યોજાયુ. જેમાં સમાજ વિષયક ચિંતન કરવામાં આવ્યું હતું .
મહિલા વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયાસંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ‘મોદી મોદી’, રશિયાને શાંતિનો પાઠ ભણાવતા અમેરિકા-ફ્રાન્સે કર્યા વખાણ
આગામી પાંચ વર્ષ માટે નવિન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી .જેમાં ડીસા (બનાસકાંઠા)ના સામાજીક અને રાજકીય અગ્રણી ડો. રીટાબેન હિરેનભાઈ પટેલ ની મહિલા વિંગ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આગામી પાંચ વર્ષ માટે વરણી કરવામાં આવી હતી.
ડીસાના મહિલા તબીબની અખિલ ભારતીય આંજણા ચૌધરી સમાજ મહાસભામાં નિમણુંક#palanpur #deesa #doctor #chaudharycommunity #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/ehQKYEyboH
— Hum Dekhenge News (@humdekhengenews) April 17, 2023
રીટાબેન જુદી જુદી સેવાકીય સંસ્થાઓ જેમ કે, સ્ત્રી સમાજ , રોટરી ક્લબ જેવી સંસ્થાઓ સાથે કાર્યરત છે. ભાજપના જીલ્લા ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ અગાઉ ડીસા આંજણા ચૌધરી સમાજ ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે . તેમની નિમણુંક થી સમસ્ત સમાજની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ડૉ. રીટાબેને પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, સમાજના વડીલો એ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા પ્રયત્ન કરીશ અને દેશભરની ચૌધરી સમાજની મહિલાઓમાં શિક્ષણ માટે ,બેટી બચાવો અને સામાજીક કુરીવાજો અંગે ની જાગૃતી આવે અને મહિલા ઉદ્યમીને પ્રોત્સાહન મળે તે માટે સૌનો સાથ લઈને કામગીરી કરીશુ.
આ પણ વાંચો :વિરાટ કોહલીના ઘરે MS ધોનીની ‘પૂજા’, તસવીર જોઈને તમે પણ કહેશો વાહ !