બનાસકાંઠા: ગરમીમાં બાળકોના પગનું રક્ષણ માટે ડીસાના યુવકે 500 જોડી ચપ્પલ અને બુટ અર્પણ કર્યા
પાલનપુર: આ દેશમાં હજુ પણ એવા કેટલાય ગામડાઓ છે, કે જ્યાં જવા આવવા માટે વાહનવ્યવહારની કોઈ જ સુવિધા નથી. આવું જ એક ગામ રાજસ્થાનના શિરોહી જિલ્લાનું ઉતરજ ગામ છે. માઉન્ટ આબુની તળેટીઓમાં આવેલા આ ગામમાં આજે પણ જવા આવવા માટે પાકો માર્ગ કે વાહનવ્યવહારની કોઈ જ સુવિધા નથી. જેના કારણે અહીંના લોકોએ શહેરી વિસ્તારમાં આવવા માટે પગપાળા જ જવું-આવવું પડે છે. આ વિસ્તારના લોકોની આવક પણ મર્યાદિત છે. આજુબાજુના વિસ્તારમાં મજૂરી કરી માંડ પરિવારનું ગુજરાત ચલાવતા બાળકો શાળાએ તો જાય છે, પરંતુ અન્ય કોઈ જ સુવિધા મળતી નથી.
રાજસ્થાનના ઉતરજ ગામમાં જવા -આવવા માટે નથી વાહન વ્યવહાર સુવિધા
ત્યારે ડીસાની મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશ ઠક્કર નામના યુવકે આ ગરીબ પરિવારના બાળકોને બુટ અને ચપ્પલનું વિતરણ કર્યું છે. ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે, અને ગરમીમાં આગ ઉગલતા રસ્તા ઉપર બાળકોના પગનું રક્ષણ થાય તે હેતુથી આ યુવકે 500 જોડી ચપ્પલ અને બુટ અર્પણ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ પણ વાંચો :રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રથમ નાયબ વિદેશ મંત્રી રવિવારે ભારતની મુલાકાતે