ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા તાલુકા પોલીસના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

Text To Speech
  • બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપ્યો

પાલનપુર : ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ગુનાના કામના નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલસીબી પીઆઇ એસ.ડી. ધોબી, પીએસઆઇ એ.બી. ભટ્ટ,પીએસઆઇ પી. એલ.આહીર ની સૂચનાથી સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના નોંધાયેલા ઇપીકો કલમ 457, 380,114 મુજબના ગુના ના કેસમાં નાસતો ફરતો અને મૂળ શમશેરપુરા ડીસા ગાયત્રી મંદિર પાસે ફૂટપાથ પર રહેતો આરોપી સચિન સદાભાઈ વાદી નવા બસ સ્ટેશનમાં ફરે છે. આથી પોલીસ સ્ટાફના માણસો હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ, મિલનદાસ અને મુકેશભાઈ એ ડીસા નવા બસ સ્ટેશનમાં જઈ ઝડપી લીધો હતો, અને તેના વિરુદ્ધ સીઆરપીસી 41 આઈ મુજબ કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો હતો.

Back to top button