ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા તાલુકા ભાજપની બુથ સશક્તિકરણ અંગે યોજાઈ બેઠક

Text To Speech
  • ધારાસભ્ય પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

પાલનપુર : આગામી લોકસભાની ચૂંટણી તેમજ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી ઉમેદવારોને મોટી લીડ મળે તે માટે બુથ સશક્તિકરણ કરવાના અભિયાનના ભાગરૂપે ડીસા માર્કેટયાર્ડ ખાતે ધારાસભ્ય પ્રવીણ માળીની અધ્યક્ષતામાં ડીસા તાલુકા ભાજપની બેઠક યોજાઇ હતી.

જેમાં ડીસા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની સાથે બેઠક યોજી પેજ પ્રમુખ સમિતિની અને શક્તિ કેન્દ્ર ની ભૂમિકા અંગે ધારાસભ્યએ માહિતી આપી આગામી ચૂંટણીઓમાં સમગ્ર દેશમાં ડીસા વિધાનસભા ક્ષેત્રમાંથી જંગી લીડ મળે તે દિશામાં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં ડીસા તાલુકાના પ્રભારી જયેશભાઈ ચૌધરી, જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ ગલાબજી ઠાકોર, મહામંત્રી બાબરસિંહ વાઘેલા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : જિલ્લામાં રેતીની ક્વોરીઓ શનિવારથી પુન: ચાલુ થશે

Back to top button