ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: હનીટ્રેપના ગુનાના નાસતા ફરતા આરોપીને ડીસા રૂરલ પોલીસે ઝડપ્યો

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની હદમાં થયેલા હનીટ્રેપના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.

બનાસકાંઠા-પાલનપુરના પોલીસ અધીક્ષક અક્ષયરાજ તથા નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગની સુચનાથી સખત વાહન ચેકીંગ કરવાની સુચના અને માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.પટણીની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. વાણીયા તથા એ.એસ.આઇ. જસવંતસીહ કેશરસીહ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઇ કાશીરામભાઇ નાઇટ પેટ્રોલીંગમા આખોલ ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમા હતા.

હની ટ્રેપ-humdekhengenews

દરમ્યાન પાલનપુર શહેર પશ્ચીમ પો.સ્ટે. ગુ.ર.નં. 602/2022 ઇ.પી.કો કલમ 364, 394 વિ. તથા એટ્રોસીટી એકટના ગુનાનો નાસતો ફરતો ડીસા તાલુકાના યાવરપુરા ગામનો આરોપી ગણપતસીહ કપુરસીહ રાજપુત સ્વીફટ ગાડી નં. જીજે 36 બી 8727મા મળી આવતા તેની અટકાયત કરી પાલનપુર શહેર પશ્ચીમ પોલીસ સ્ટેશન ખાતે સોપવા કાર્યવાહી કરવામા આવેલ છે.

આ પણ વાંચો :ઉમેશ પાલ ગોળીબાર કેસમાં ફિલ્મસ્ટાર ‘સલમાન ખાનની એન્ટ્રી’, ઘુવડ અને મરઘીથી બડે મિયાં અને છોટે મિયાંની હત્યા

Back to top button