ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : દિવાળીમાં ડીસા-પાલનપુર રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠશે

Text To Speech

પાલનપુર : દિવાળીના તહેવારના બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડીસા, પાલનપુર સહિતના શહેરોમાં તેમજ દરેક ઘરોમાં દિવાળીની સજાવટ થશે. જેમાં ખાસ પ્રકાશ ફેલાવતા દિવડા સાથે રંગબેરંગી લાઈટો તેમજ સીરીજોથી ધર, મંદિરો, બેન્ક, વગેરે ઝગમગી ઉઠશે. ડીસા અને પાલનપુર શહેરના મંદિરો, ઓફિસો તેમજ બેન્કમાં દિવડા પ્રગટાવાની શરૂઆત થઈ જાય છે. સાથે સાથે રાત્રિ દરમિયાન રંગબેરંગી લાઈટની સિરિઝથી શહેર ઝગમગી ઉઠે છે .અલગ – અલગ કલરનાં પ્રકાશ ફેલાવતા નાના બલ્બ, એલ.ઈ.ડી., લાઈટ ઝુમર, લાઈટવાળા દીવડાથી દરેક ધર શોભી ઉઠે છે.

દિવાળી-humdekhengenews

આ વર્ષે એલ.ઈ.ડી. કલરનો ગ્રાહકોમાં ક્રેઝ

નવા વર્ષને રોશનીથી આવકારવા શહેરીજનો તૈયાર છે. ત્યારે શહેરમાં તહેવારો દરમિયાન ખાસ વપરાતી એલ.ઈ.ડી. લાઈટ નાનાથી માંડીને મોટા બલ્બ સિરીઝ લાઈટવાળા દીવડાને ભગવાનના મંદિર ઉપર રખાશે. લાઈટવાળા ઝુમ્મર, મોટા ઝુમ્મર કલર બદલતી લાઈટ સાથે એલ.ઈ.ડી. બલ્બ ઉપરાંત ડિઝાઈનવાળા રંગબેરંગી બલ્બ ડીસાની માર્કેટમાં વેચાઈ રહ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષે દિવાળીનો તહેવાર આવતા જ અલગ -અલગ પ્રકારની નિતનવી લાઈટો બજારમાં આવતી રહે છે. આ વર્ષે એલ.ઈ.ડી. કલરનો ગ્રાહકોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે.

કોમ્પ્યુટરના યુગમાં ચોપડાનું વેચાણ અકબંધ

આજના સમયમાં સાયન્સ અને ટેકનોલોજી ખૂબ આગળ વધી રહ્યું અને ટેકનોલોજીના જમાનામાં પણ દિવાળીમાં લાલચોપડાનું વેચાણ અકબંધ છે. તા 18 ઓક્ટોબરને મંગળવારનું પુષ્યનક્ષત્ર હોઈ વેપારીઓએ હીસાબ રાખવા માટે ચોપડાની ખરીદી કરી હતી.

આ પણ વાંચો : PM મોદીએ ઇન્ટરપોલ મહાસભામાં કહ્યું – ‘આતંકને ખતમ કરવા માટે વિશ્વએ એક થવું જોઈએ, ત્યાં કોઈ સુરક્ષિત આશ્રયસ્થાન ન હોવું જોઈએ’

Back to top button