ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાલિકાએ પ્રિ-મોન્સુનની તૈયારીઓ કરી શરૂ

Text To Speech
  • શહેરમાં ગટરના મુખ્ય નાળાની સાફસફાઈ હાથ ધરાઈ

પાલનપુર 19 મે 2024 :  ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં કામગીરી હાથ ધરી મુખ્ય ગટરો અને નાળાઓની સફાઈ હાથ ધરી છે . સમગ્ર ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીનો પારો દિનપ્રતિદિન ઉંચો વધી રહ્યો છે. વધુ ગરમીના કારણે ચોમાસામાં સારો વરસાદ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં પણ પાલિકા દ્વારા પ્રિ -મોન્સુનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને શહેરના અલગ – અલગ વિસ્તારોમાંથી પસાર થતી ગટરના મુખ્ય નાળાઓની સાફસફાઈ હાથ ધરવામાં આવી છે.

વોર્ડ નં 2 ના સદસ્યોની ઉપસ્થિતિમાં ગુલબાણીનગર ,નવજીવન સોસાયટી સહિત બેકરી કુવા વ્હોળા વિસ્તારમાંથી પસાર થતી ગટરોની જેસીબી મશીન અને ટ્રેકટરથી સાફસફાઈ કરી નાળાઓ સાફ કરવામાં આવ્યા છે. જેથી ચોમાસાની ઋતુમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ પણ તુરંત કરી શકાય. દર વર્ષે નાળાઓની સાફસફાઈ કરવામાં આવે છે અને દર વર્ષે ખુલ્લા ગટરના નાળામાં મોટાપ્રમાણમાં કચરો બહાર કાઢવામાં આવે છે ત્યારે પાલિકા અને સરકાર દ્વારા સંકલન કરી શહેરમાં ખુલ્લા ગટરના નાળાઓ ઢાંકીવામાં તો દર વર્ષે સરકારની ગ્રાન્ટનો ખર્ચ પણ ઓછો થઈ શકે તેમ છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાલિકની હદમાં ખુલ્લી ગટરોના નાળા ખુલ્લી હાલતમાં નજરે પડે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાણીની પાઈપ તુટી જતાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

Back to top button