ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ગેરકાયદેસર 10 દુકાનો સામે કાર્યવાહી કરવામાં ડીસા પાલિકા ઉદાસીન, તંત્ર ઉપર ભાજપના કયા મોટા માથાઓનું પ્રેશર

Text To Speech

પાલનપુર: ડીસા નગરપાલિકા વિસ્તારના રિલાયન્સ પેટ્રોલ પંપ થી ટીવી પેટ્રોલ પંપની વચ્ચે રાધનપુર હાઇવે મોજે ડીસાના નંબર 26/2A/પી.1 માં ગેરકાયદેસર 10 જેટલી દુકાનો બનાવમાં આવી છે. આ દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા પાલિકા એ નોટિસ આપીને જ જાણે સંતોષ માન્યો હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ડીસા શહેર ભાજપમાં કેટલાક મોટા માથા આવા બિલ્ડરોને સાચવી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ડીસા વહીવટી તંત્રની તથા જિલ્લા વહીવટી તંત્રની કામગીરી વચ્ચે રોડા નાખી રહ્યા છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં આવેલ શોપિંગ સેન્ટર નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમોના પરિપત્રનો પણ ભંગ કરે છે.

ડીસા નગરપાલિકા-humdekhengenews

જોકે નેશનલ હાઈવે ઓથોરિટીના 27 ડિસેમ્બર’22 ના પરિપત્ર મુજબ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુ જે બાંધકામ કરવામાં આવ્યું છે, તે 40 મીટર બહાર બાંધકામ કરવાનું હોય છે. પરંતુ આ શોપિંગ સેન્ટરના માલિક દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીના પરિપત્ર ના નિયમોનો ભંગ કરી 40 મીટરની અંદર બાંધકામ ગેરકાયદેસર રીતે કરીને વિશાળ શોપીંગ સેન્ટર બનાવીને નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓટોરીટીને ખુલ્લી ચેલેન્જ આપી હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે અગાઉ બે વર્ષ પહેલા ડીસા નગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરના માલિકને આખરી નોટિસ આપવામાં આવી હતી.

ડીસા નગરપાલિકા દ્વારા 18 જાન્યુ .’22 ના રોજ આખરી નોટિસ ફટકારી આ શોપિંગ સેન્ટરના માલિકને કહેવામાં આવ્યું હતું સાત દિવસમાં મિલકત સીલ કરવામાં આવશે પરંતુ નગરપાલિકા દ્વારા નોટિસ આપવાના બે વર્ષ થયા છતાં શોપિંગ સેન્ટરના માલિક કે ડીસા નગરપાલિકા કુભકર્ણ નિંદ્રામાંથી જાગ્યા નથી. અને નામદાર હાઇકોર્ટના ઓર્ડરને ઘોળીને પી જનારા ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને ડીસા ભાજપના કેટલાક રાજકીય મોટા માથાઓના પ્રેસર વચ્ચે દબાણ દૂર કરતા ડર લાગતો હોય તેવું ખુલ્લેઆમ બોલાઈ રહ્યું છે. ત્યારે હવે પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :IPL 2023 : શિમરોન હેટમાયરની સફળતા પાછળ મહિલા કોચ, રાખે છે દરેક મેચ પર નજર

Back to top button