ગુજરાત ચૂંટણી 2022 : આચારસંહિતાના કારણે ડીસા પાલિકાનું બોર્ડ મુલતવી
પાલનપુર : ડીસા નગરપાલિકાની સોમવારે મળનારી સામાન્ય સભા ચૂંટણી આચાર સહિતાને લઈ મુલતવી રાખવામાં આવી છે.પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય એ વાંધો ઉઠાવતા બોર્ડ મુલતવી રાખવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીના સદસ્યે વાંધો ઉઠાવ્યો હતો
ડીસા નગરપાલિકાની આજે મળનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે.પાલિકાના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજય દવે એ આજના બોર્ડ સામે વાંધો ઉઠાવી પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરને અરજ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગત બોર્ડમાં જે ઠરાવો થયા છે તેને તારીખ 7 નવેમ્બરના બોર્ડમાં બહાલી આપવામાં આવનાર હોય હાલમાં ચૂંટણીની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી આચાર સહિતા અમલી બનેલી છે. તેથી ગત બોર્ડના ઠરાવો, કાર્યવાહીને બહાલી આપી શકાય નહીં.
ગત સભામાં કરેલ ઠરાવોને બહાલી આપવામાં આપી ન શકાય આથી બોર્ડ મુલતવી રખાયું
આ અરજી પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરે માન્ય રાખી આજની સામાન્ય સભા મુલતવી રાખવાનો આદેશ કર્યો હતો. જેના કારણે ડીસા નગરપાલિકામાં આજે મળનારી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : ચૂંટણી વચ્ચે જનતાને જણાવીશું કેટલીક અંદરની વાતો, તમામ પક્ષોની વાત અને સાથે મુખ્ય ઘટનાઓ પર નજર