બનાસકાંઠા: ડીસાના ધારાસભ્યએ વાવાઝોડાને લઈ બોલાવી અગત્યની બેઠક
પાલનપુર: બિપરજોય વાવાઝોડાને લઈને ડીસાના ધારાસભ્યએ અગત્યની બેઠક બોલાવી હતી, અને જો વાવાઝોડાની અસર થાય તો અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી રહેવાની, જમવાની વ્યવસ્થા તેમજ લોકોના જાનમાલ ને સૌથી ઓછુ નુકસાન થાય તે માટે તૈયાર રહેવા અધિકારીઓને સૂચના આપી હતી.
ઓછુ નુકસાન થાય તે માટે તૈયાર રહેવા અધિકારીઓને સૂચના
બિપરજોય વાવાઝોડાની અસર હવે ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદી છાંટા શરૂ થઈ ગયા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે નગરપાલિકા ખાતે તૈયારીઓને લઈ અગત્યની બેઠક બોલાવી હતી. જેમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ચીફ ઓફિસર પંકજ બારોટ, શહેર ભાજપ પ્રમુખ પ્રતીક પઢિયાર સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા : ડીસાના ધારાસભ્યએ વાવાઝોડાને લઈ બોલાવી અગત્યની બેઠક#banaskantha #palanpur #GujaratMLA #pravinmali #CycloneBiparjoy #meeting #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/vkGO9xfS2g
— Hum Dekhenge News (@humdekhengenews) June 15, 2023
વાવાઝોડાને લઈ નગરપાલિકાએ 13 હજાર લોકોને ખસેડી શકાય તેવી વ્યવસ્થા કરી છે.અસરગ્રસ્ત લોકોને સેલટરહોમ, શાળાઓમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરી છે. કોઈ જગ્યાએ ઝાડ કે વીજ પોલ પડે તો તાત્કાલિક હટાવવાની વ્યવસ્થા, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાય તો નગરપાલિકાના વાર્ષિક ઇજારદારને એલર્ટ રહેવા સૂચના આપી છે. ટ્રેક્ટર – ટ્રોલીઓમાં તાડપત્રી બાંધી રાખવાની પણ ધારાસભ્યએ સુચના એ હતી. જેથી લોકોને વરસાદમાં પણ તાત્કાલિક શિફ્ટ કરી શકાય. ડીસા પંથકમાં લોકોના જાનમાલને અને પશુધનને સૌથી ઓછુ નુકસાન થાય તે માટે તૈયાર રહેવા ધારાસભ્યએ અધિકારીઓને સૂચના આપી હતી.
આ પણ વાંચો :ગરીબ અને વંચિત નાગરીકોને ન્યાય અપાવવા ખેડા જિલ્લામાં કરાશે સ્વાગત કાર્યક્રમ