ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહીલા મંડળ દ્વારા પત્રકારો માટે રક્ષાબંધનનો કાર્યક્ર્મ યોજાયો

Text To Speech

પાલનપુર  17 ઓગસ્ટ 2024 : ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહીલા મંડળ જે રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે. તાજેતરમાં રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્ર્મ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાના ઇન્ટરનેશલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસાનાં પત્રકાર મિત્રોને સન્માનવા તેમજ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં ડીસાનાં વિવિધ અખબાર તેમજ ચેનલનાં પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. તેમનું મો મીઠું કરાવી તેમને રાખડી બાંધી તેમને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બન્યા હતા. સર્વે બહેનોને તેમણે મીડિયા તરીકે તેમજ અન્ય કામોમાં જ્યા જરૂર હોય ત્યાં ભાઈની જેમ અમો તમારી સાથે ઉભા રહેશું.તેવી ખાતરી આપી હતી.

આ કાર્યક્રમ સંસ્થાનાં જિલ્લા પ્રમુખ પૂજાબેન ઠકકરનાં માર્ગદર્શન હેઠળ થયો હતો. જેને સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી, જયશ્રીબેન કમલેશભાઈ રાચ્છ અને પૂજાબેન કલ્પેશભાઈ ઠકકરએ સહકાર આપ્યો હતો. આ કાર્યક્ર્મ સંસ્થાનાં પ્રમુખ પૂજાબેન ઠકકર, બીનાબેન ઠકકર, શિલ્પાબેન ઠકકર, જયોતિબેન ઠકકર, રવિનાબેન ઠકકર, શારદાબેન ઠકકર અને ઇન્ટરનેશનલ લોહાણા મહીલા મંડળની બહેનો દ્વારા સુંદર કાર્યક્ર્મનું આયોજન થયું હતું .સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન દિલીપભાઈ રતાણી અને કલ્પેશભાઈ ઠક્કરે કર્યું હતું.

આ પણ વાંચોગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન

Back to top button