ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાને મળ્યું રેડિયો સ્ટેશન, જાન્યુઆરી 2024 સુધીમાં થશે કાર્યરત

Text To Speech

ડીસા, 06 ડિસેમ્બર: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકો વિકાસની રાહ ઉપર અગ્રેસર છે. પરંતું આજ દિવસ સુધી ડીસા શહેરમાં રેડીઓ માટેની સુવિધા ઉપ્લબ્ધ ન હતી. જ્યારે હવે ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રે ગુજરાતભરમાં નામના ધરાવતી સંસ્થા જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા સંસ્થા ડીસા તાલુકાને રેડીઓ સ્ટેશનની ભેંટ આપવા જઈ રહી છે. આ રેડિઓ સ્ટેશન જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહથી કાર્યરત કરવામાં આવશે.

ડીસા શહેરને રેડિયો મળશે રેડિયો સ્ટેશન

સ્થાનિક માંગને સમઝી જાણીતા એડવોકેટ અને જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કીશોર દવે અને મંત્રી પ્રિતેશ શર્માએ ડીસા શહેરમાં રેડિયો સ્ટેશન કાર્યરત થાય તેવા પ્રયાસો કરતાં ભારત સરકાર દ્વારા ડીસા તાલુકામાં કોમ્યુનિટી રેડિઓ સ્ટેશનની પરવાનગી આપતાં સંસ્થાના કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

આ અંગે જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોર દવેએ જણાવ્યુ છે કે, ‘આધુનિક યુગના પ્રસારણનું સૌથી પ્રથમ માધ્યમ રેડીઓ મૃતપ્રાયઃ અવસ્થામાં પહોંચી ગયું હતું પરંતુ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રેડીઓ ને પુનર્જીવિત કરવાનો નિશ્ચય કર્યો અને સમગ્ર ભારતભરમાં રેડીઓ સ્ટેશન સ્થપાય તેવા પ્રયાસો કર્યાં. તેમના આ પ્રયાસ સ્વરૂપે વર્ષ 2016 થી 2023 સુધી ભારતભરમાં લગભગ 1500 જેટલા રેડીઓ સ્ટેશનો કાર્યરત થયા છે અને તે જ શ્રેણીમાં હવે ડીસાને પણ કોમ્યુનિટી રેડીઓ સ્ટેશનનો ઉપહાર મળ્યો છે’.

આ રેડીઓ સ્ટેશનનું સંચાલન જાગૃત નાગરિક, ડીસાની કચેરીથી જ કરવામાં આવશે. લોકોને દરેક વિષય અંગે જાગૃત કરવાની સાથે સાથે મનોરંજનનો પણ લાભ મળી શકશે. જાગૃત નાગરિક સંચાલીત કોમ્યુનિટી રેડીઓ સ્ટેશન રેડીઓ મધુરમનો લાભ ડીસા તાલુકાના લોકો ઘરેલુ રેડિઓ, કાર રેડિઓ તેમજ ટીવી રેડિયોની ચેનલ નંબર 90.0 ઉપર લઇ શકશે. તેમજ આ સાથે સાથે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ રેડિઓ સાંભળવાનો લાભ મળી શકશે.

આ પણ વાંચો: ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો

Back to top button