ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: યુનિવર્સિટી આંતર કૉલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધામાં ડીસા કોલેજે મેળવ્યો બ્રોન્ઝ મેડલ

Text To Speech

પાલનપુર: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ બેડમિન્ટન બહેનોની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ ના યજમાન પદે પાટણ ખાતે યોજાઈ જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવતા પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જુદી જુદી 27 કોલેજો એ ભાગ લીધો હતો.

ડીસાની ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ની ખેલાડી નેન્સી સિસોદિયા ,વ્યાસ શ્રદ્ધા અને ન્યાયી પ્રિયાએ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સમગ્ર યુનિવર્સિટીમાં બ્રોન્ઝ મેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવેલ છે એ બદલ કોલેજના પ્રિન્સિપાલશ્રી અને ટ્રસ્ટીઓએ આ તમામ ખેલાડીઓ અને તેમના કોચ પ્રોફેસર ડૉ. આર. ડી. ચૌધરીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : રાષ્ટ્રપતિની ચૂંટણીના 10 દિવસ પહેલા મુખ્ય ઉમેદવારની હત્યા; દેશમાં મચ્યો હડકંપ

Back to top button