ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ડીસા કોલેજના ખેલાડીને સન્માન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી


પાલનપુર: ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ડીસાના સ્પોર્ટ્સ વિભાગના અનેક ખેલાડીઓ સખત મહેનત કરીને કોલેજને ગૌરવ અપાવતા હોય છે, અને આ ખેલાડીઓને રાજ્ય સરકારના અનેક જુદા જુદા વિભાગોમાં મોટી સંખ્યામાં રોજગારી મળતી હોય છે. આવાજ કોલેજના ક્રોસકન્ટ્રી દોડના ખેલાડી ઠાકોર અજમલભાઈ જીવણજી જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એથલેટિક્સ ટ્રેઈનર તરીકે નોકરી લાગ્યા છે.
આજે તેમને ક્રોસકન્ટ્રી દોડની પ્રેક્ટિસ દરમ્યાન શ્રીફળ અને સાકર આપી કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે અને ખેલાડીઓએ વિદાય આપીને સફળતાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસાના પર્યાવરણવાદી ડૉ.નવીનકાકા એ પણ હાજરી આપીને અજમલજીને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: વાહરા ગામે બનાસ નદીના નીરના કરાયા વધામણા