ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા કોલેજની ખેલાડીએ ખેલ-મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Text To Speech

બનાસકાંઠા 27 જૂન 2024 :  ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના ખેલાડીઓ પદ્ધતિસરની તાલીમ મેળવી અને ખૂબ જ મહેનત કરીને રમત-ગમત ક્ષેત્રે બનાસકાંઠા જીલ્લામાં અને સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં તા. 21, 22 જૂન 2024 ના રોજ રામપુરા આણંદ ખાતે ગુજરાત રાજ્ય ખેલ-મહાકુંભની રાજ્ય લેવલની વુડબોલ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ડીસા કોલેજની સોનલ પતાણીએ વુડબોલ સ્પર્ધાની ફેર વે ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રોન્ઝ મેડલ જીતી ડીસા કોલેજને ગૌરવ અપાવ્યું છે. કોલેજના ટ્રસ્ટીઓ, આચાર્યો અને સ્પોર્ટ્સ ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. આર.ડી. ચૌધરીએ કોલેજની આ ગૌરવાશાળી ખેલાડી સોનલ પતાણીને અભિનંદન આપી ભવિષ્યમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : લાખણી અને અમીરગઢ ના 252 ખેડૂતો તાલીમ મેળવી ખરીફ ઋતુમાં પ્રાકૃતિક કૃષિ કરવા માટે કટીબધ્ધ બન્યા

 

Back to top button