બનાસકાંઠા : ડીસા ભાજપના ઉમેવાર પ્રવીણ માળીએ વિજય મુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી


પાલનપુર : ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા અગાઉ યોજાયેલી જાહેર સભામાં ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા અને જંગી બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી.
ડીસા બેઠક માટે ભાજપે પૂર્વ ધારાસભ્ય ગોરધનજી માળીના પુત્ર અને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળીને ટિકિટ આપી છે.પ્રવીણ માળીએ આજે ડીસાના રાણપુર રોડ પર આવેલા સોમનાથ ફાર્મ હાઉસ ખાતે વિશાલ જાહેર સભા યોજી હતી.
જેમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસાના વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ગુજરાત વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ અગ્રણીઓએ ડીસા બેઠક ફરીથી ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો.જાહેર સભા બાદ પ્રવીણ માળીએ નેતાઓ અને સમર્થકોની ઉપસ્થિતિમાં ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
આ પણ વાંચો : જેફ બેઝોસે હોલીવુડની ગાયિકાને 100 મિલિયન ડૉલરનો એવોર્ડ આપ્યો