ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા એપીએમસી માં ધારાસભ્ય માવજી દેસાઈ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ વચ્ચે કાંટાની ટક્કર

પાલનપુર: ડીસા એપીએમસી ના સંચાલક મંડળની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે સોમવારે મતદાન યોજાનાર છે. જેમાં ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે ત્યારે કોનું પલ્લું ભારે રહેશે તે તો મંગળવારે મત ગણતરી બાદ જ જાણી શકાશે.

ડીસા એપીએમસી માં ખેડૂત વિભાગ ની 10 બેઠકો કબજે કરવા ભાજપ-કોગ્રેસ મેદાને

ડીસા એપીએમસી-humdekhengenews

ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી ડીસા એપીએમસી ના સંચાલક મંડળ ના વેપારી વિભાગના ચાર અને તેલીબીયા વિભાગના બે મળી કુલ છ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જયારે ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ કોગ્રેસ ના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની પેનલ વચ્ચે કાંટાની ટક્કર જામી છે. ચેરમેન માવજી દેસાઈ ભાજપ પેનલના તમામ ઉમેદવારોને બહુમતી સાથે વિજેતા બનાવવા અને સત્તા ટકાવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. તો સામા પક્ષે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ પોતાની કોંગ્રેસ સમર્થિત પેનલને વિજેતા બનાવવા માટે રાત-દિવસ મથામણ કરી રહ્યાં છે. જોકે, સોમવારે યોજાનારા મતદાન બાદ કોનું પલ્લું ભારે તે તો મંગળવારે મત ગણતરી બાદ જ જાણી શકાશે.

માવજી દેસાઈ અને ગોવાભાઈ દેસાઈ પર સૌની નજર

ડીસા એપીએમસી-humdekhengenews

ડીસા એપીએમસી ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન, રબારી સમાજ ના નેતા અને ધાનેરા ના ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ ની પેનલ મેદાને પડી છે. તો સામા પક્ષે કોગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ પણ પોતાની પેનલ સાથે મેદાનમાં ઉતર્યા છે. આથી સમગ્ર બનાસકાંઠા જીલ્લા સહિત ઉત્તર ગુજરાત ના રાજકીય અને સહકારી આગેવાનોની નજર ચૂંટણી પરિણામ ઉપર છે.

ત્રેવીસ પૈકી બે ઉમેદવારો પોતાના માટે મત નહી માંગે

ડીસેમ્બર-૨૦૨૨ માં યોજાયેલી ડીસા વિધાનસભા ચૂંટણી લડેલા અને ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ ના દીકરા સંજય દેસાઈ એ કોગ્રેસ પેનલને સમર્થન આપ્યું છે. જયારે બનાસકાંઠા જીલ્લા કોગ્રેસ ના મહામંત્રી નરસિંહ દેસાઈ એ કોગ્રેસ ને રામરામ કરી ભાજપ નો ખેસ ધારણ કર્યો છે. જેથી કોગ્રેસ ના સંજય દેસાઈ અને ભાજપના નરસિંહ દેસાઈ પોતાના માટે મત નહી માંગે.

આ પણ વાંચો :કર્ણાટકના રાજકારણમાં ભૂકંપ, પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી આપ્યું રાજીનામું, યેદિયુરપ્પા થયા ગુસ્સે

Back to top button