ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ચૈત્રી પૂનમને લઈ ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ

Text To Speech

પાલનપુર: રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પર બનાસકાંઠા જિલ્લામાં આવેલું મા જગતજનની અંબાનું ધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને મા ના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો અંબાજી આવતા હોય છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં કોઈપણ પર્વ કે ઉત્સવ નિમિત્તે ભક્તોનો ઘસારો વધી જતો હોય છે. જગતજનની મા અંબાના મંદિરમાં પૂનમ નિમિત્તે મંદિર ભક્તોથી ઉભરાઈ જતું હોય છે. ત્યારે આવતીકાલે ચૈત્રી નવરાત્રીના પૂનમ હોવાના લીધે ભક્તોનું ધોડાપૂર ઉમટી પડ્યું છે.

અંબાજી-humdekhengenews

માતાજીનો રથ અને માથા ઉપર ગરબી સાથે ભક્તોનો માં અંબા નો જય ઘોષ

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા- અર્ચના કરવામાં આવતી હોય છે. ત્યારે ભક્તો પણ ચૈત્રી નવરાત્રીમાં માતાજીના દર્શનાર્થે આવી મા અંબાની આરાધના કરતા હોય છે. આવતીકાલે ચૈત્રી નવરાત્રીની પૂનમ હોવાના કારણે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જ્યારે અંબાજી આવતા તમામ માર્ગો ભક્તોથી ઉભરાઈ ગયા છે. ભક્તો દૂર દૂરથી મા ના ધામ પહોંચવા માટે પગપાળા સંઘ લઈ અંબાજી પહોંચી રહ્યા છે. તો અરવલ્લીની ગિરિમાળાઓ ‘જય જય અંબે’ ના નાદથી ગૂંજી ઉઠ્યા છે. ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે માથે ગરબી લઈ અંબાજી તરફ આવી રહ્યા છે. ચૈત્રી નવરાત્રીની પૂનમને લઈ ભક્તોનો મોટો ઘસારો અંબાજીમાં જોવા મળશે.

આ પણ વાંચો :કોરોનાના વધતા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, CJIએ વકીલોને આપી આ મોટી છૂટ

Back to top button