બનાસકાંઠા : “હું અવશ્ય મતદાન કરીશ” ના સંકલ્પ સાથે અંબાજીમાં દર્શનાર્થીઓ સહી ઝુંબેશમાં સહભાગી બન્યા


- સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાલનપુર : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં સહી ઝુંબેશ દ્વારા આવનાર ભક્તોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ લોકો સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપી શકે એ હેતુસર લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને દરેક મતદાર પોતાના મતાધિકાર પ્રત્યે સજાગ બને એ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે સહી ઝુંબેશ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અંબાજી મંદિરે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓએ અવશ્ય મતદાન કરીશુંના સંકલ્પ સાથે સહી ઝુંબેશમાં ભાગ લીધો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ પણ અંબાજી આવતા માઈભક્તોને મતદાન માટે અપીલ કરી હતી.
આ પણ વાંચો : મતદાનના દિવસે મહિલાઓ પહેલા મતદાન પછી જલ્પાન કરે: પ્રદેશ મહિલા અધ્યક્ષ