ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં છરો લઈને જાહેરમાં ફરતા શખ્સની અટકાયત

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં તીક્ષણ હથિયાર છરો લઈને જાહેરમાં ફરતો શખ્સ ઝડપાયો છે પોલીસે છરા સાથે શખ્સની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે. જેને અટકાવવા માટે શહેર તેમજ તાલુકા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શંકાસ્પદ શખ્સ-humdekhengenews

જે અંતર્ગત આજે ડીસા શહેર ઉત્તર પોલીસ વાહન ચેકીંગમાં હતી તે સમયે એક શંકાસ્પદ શખ્સને થોભાવી પૂછપરછ કરતા તેની પાસેથી તીક્ષણ હથિયાર છરો મળી આવ્યો હતો. જેથી પોલીસે છરા સાથે ઝડપાયેલ કૂંપટ ગામના રમેશજી ઠાકોરની અટકાયત કરી હતી અને તેની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધી ના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુરમાં બનશે 9 કરોડ 40 લાખના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ

Back to top button