ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ઇન્દિરા નગર મારામારી કેસમાં 30 આરોપીની અટકાયત

Text To Speech

પાલનપુર: ડીસાના ઇન્દિરા નગર- ધુળીયાકોટ વિસ્તારમાં 15 દિવસ અગાઉ એક જ સમાજના લોકો વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારીમાં 70 થી 80 લોકોનું ટોળું સામ સામે ધોકા અને પથ્થર મારો કરતા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે મામલે ફરિયાદ નોંધાતા પોલિસે અત્યાર સુધી કુલ 30 આરોપીઓની અટકાયત કરી છે.

ડીસાના ઈન્દીરા નગર-ધૂળીયાકોટ વિસ્તારમાં 15 દિવસ અગાઉ જૂથ અથડામણની ઘટના બની હતી. જેમાં એકજ સલાટ સમાજના લોકોના બે જૂથ વચ્ચે સામસામે મારા મારી થઈ હતી. નજીવી બાબતે તકરાર થતા જ બે જૂથ ઉશ્કેરાઈ સામસામે આવી જઈ જાહેર માર્ગ પર ધોકા અને પથ્થરો વડે મારામારી કરી હતી. પથ્થરો અને ધોકા વડે સામસામે મારામારી કરતા હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ડીસા શહેર ઉત્તર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

ડીસા શહેર ઉત્તર પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ અગાઉ હુમલો કરનારા 9 લોકોની અટકાયત કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.જે બાદ પોલીસે વધુ 21 આરોપીઓની અટકાયત કરી કુલ 30 શખ્સોને જેલમાં ધકેલયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડિયોમાં અંદાજીત 70 થી 80 લોકોનું ટોળું સામસામે મારામારી કરતુ દેખાય છે જેમાં નાના બાળકોથી લઇ મોટા લોકો પથ્થરમારો કરી રહ્યા છે. જેથી જાહેરમાં સામસામે પથ્થરો વડે મારામારી કરી આતંક માચાવનાર લોકો સામે પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ ! અજિત પવાર દેવેન્દ્ર ફડણવીસને મળ્યા

Back to top button