ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા પાસે ક્રેટા ગાડીને બચાવવા છતાં ટ્રેલર ડિવાઇડર પર ચડી ગયું

પાલનપુર: ડીસા શહેર વચ્ચેથી પસાર થતાં ઓવર બ્રિજના છેડે શુક્રવારે સવારે રસ્તામાં આગળ જઈ રહેલી એક ક્રેટા ગાડીને બચાવવા જતા પાછળ આવી રહેલું ટ્રેલર ડિવાઈડર ઉપર ચડી ગયું હતું. જોકે આ ઘટનાને લઈને સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી ન હતી.

અકસ્માત-humdekhengenews

હાઇવે ઉપર ઉભેલા વાહનો સાથે અકસ્માત નિવારતા હાશકારો

ડીસા – પાલનપુર રોડ ઉપર શહેર વચ્ચેથી ઓવરબ્રિજ પસાર થાય છે. ત્યારે શુક્રવારે સવારે 10 આસપાસના સુમારે પાલનપુર તરફના ઓવર બ્રિજના છેડા ઉપર આગળ પાછળ કેટલાક વાહનો ચાલી રહ્યા હતા. દરમિયાન એક બોલેરો ગાડી નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પાસેના કટ પાસે વળવા જતા સાઈડમાં ઊભી રહી ગઈ હતી. જેથી પાછળ આવી રહેલા અલ્ટો, આઇ -10 અને ક્રેટા ના ચાલકોએ પણ પોતાના વાહનોને બ્રેક લગાવી ઊભા કરી દીધા હતા.

અકસ્માત-humdekhengenews

આ સમયે પુલ ઉપરથી બરાબર પાછળથી પૂર ઝડપે ટ્રેલર આવી રહ્યુ હતુ જેને ક્રેટા ગાડીમાં બેઠેલા પરિવારને બચાવવા માટે પોતાનું ટ્રેલર સાઈડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. અને ટ્રેલર ચાલેકે ડિવાઇડર ઉપર ટ્રેલરને ચડાવી દીધુ હતું. નજરે જોનારા લોકોના જણાવ્યા મુજબ આ ટ્રેલર ડિવાઈડર ઉપર ચડી જતાં કેટલાંક વીજ થાંભલાઓને પણ અડફેટે લેતા નુકસાન પહોંચ્યું હતું. અને અકસ્માત દરમિયાન ટ્રેલરના બંને ટાયરો ભડાકા સાથે ફૂટી ગયા હતા.

અકસ્માત-humdekhengenews

જોકે આ ઘટનામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા રહી ગયો હતો. અને અનેક વાહનો અક્સ્માત નો ભોગ બનતા બચી ગયા હતા. જ્યારે ક્રેટા વાહન ચાલકનો પરિવાર પોતાના વાહનમાં બેઠો હતો. જેને ટ્રેલર ચાલકે અકસ્માત સર્જાય તે અગાઉ અગમચેતી વાપરીને ડિવાઈડર ઉપર પોતાના વાહનને ચડાવી દેતા પરિવાર હેમખેમ બચી ગયો હતો. જેથી ક્રેટા ગાડીના ચાલકે ટ્રેલરના ચાલકને રોકડ ઈનામ આપ્યું હોવાનો લોકોએ જણાવ્યું હતું.

અગાઉ બે અકસ્માત સર્જાયા હતા

પાલનપુર થી ડીસા તરફના ઓવરબ્રીજના છેડા ઉપર એક માર્ગ શહેરમાં જાય છે. તેનું દિશા નિર્દેશ કરેલું છે. ત્યારે કેટલાક વાહન ચાલકો ઓવરબ્રિજની દિવાલ ઉપર પણ ચડી ગયાની ઘટનાઓ અગાઉ બની ચૂકી છે. જ્યારે આ અકસ્માત રોડની બીજી સાઈડમાં બન્યો હતો. જ્યાં પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ ઉપર જવાનો કટ પણ અકસ્માતનું કારણ બન્યો હોવાનો લોકો કહે છે. ત્યારે આ કટ હવે બંધ કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો :Samsungના આગામી ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોનની વિગતો સામે આવી, આ મહિને લોન્ચ કરાશે

Back to top button