ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ઝાબડીયાની યુવતીને સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ, 10 લાખના દહેજની માંગણી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠામાં સાસરિયાઓ દ્વારા યુવતીના ચારિત્ર પર શંકા કરી શારીરિક, માનસિક ત્રાસ આપી દસ લાખ રૂપિયાના પિયર આવી ગઈ હતી અને 10 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હેરાન કરનાર પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે દહેજની માંગ કરી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જે મામલે પીડીત યુવતીએ ડીસા તાલુકા પોલીસ મથકે પતિ, સાસુ-સસરા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ

ડીસા તાલુકાના ઝાબડીયા ગામની 23 વર્ષીય યુવતીના લગ્ન 2021 ની સાલમાં મહેસાણા જિલ્લાના સુણોક ગામે રહેતા દિપક પરમાર નામના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ યુવતીના સસરાની શિક્ષક તરીકે નોકરી ચાલુ હોવાથી તેઓ રાધનપુર જઇ સંયુક્ત પરિવારમાં રહેતા હતા. શરૂઆતમાં ત્રણ મહિના સુધી તેના પતિ અને સાસરિયાઓએ યુવતીને મનમેળથી રાખ્યા બાદ બાદમાં ધીરે ધીરે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ તેનો પતિ પણ યુવતીના ચરિત્ર પર શંકા કરી વધુ અભ્યાસ કરાવવાનું બંધ કરવા દબાણ કરતો હતો અને સાસુ-સસરા, જેઠ-જેઠાણીની ચડામણીથી યુવતીને અવારનવાર મારઝૂડ પણ કરતો હતો પરંતુ ઘર સંસાર ન ભાગે તે માટે યુવતી આ યાતના સહન કરે જતી હતી.

ત્યારબાદ તેનો પતિ પૈસાની જરૂર છે તેમ કહી દસ લાખ રૂપિયાના દહેજની માંગણી કરતો હતો.પરંતુ યુવતીના પિતા ખેતી કરતા હોઇ આટલી રકમ તેમની પાસે ન હોય તેવો જવાબ આપતા યુવતીને તેનો પતિ જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આખરે રોજબરોજના ત્રાસથી કંટાળી આ યુવતી દોઢ મહિના અગાઉ તેના પિયર આવી ગઈ હતી અને 10 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી હેરાન કરનાર પતિ, સાસુ-સસરા અને જેઠ-જેઠાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ: CM જનતાની ફરિયાદો સાંભળશે

Back to top button