બનાસકાંઠા: ડીસા થી 500 ભાવિકો સાથે બહુચરાજી પગપાળા સંઘનું પ્રસ્થાન
પાલનપુર: શ્રી નારસુંગા વીરદાદા ભક્ત સમુદાય રીસાલા ગ્રુપ તેમજ ડીસા મોદી સમાજ દ્વારા આયોજિત 45મો શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ અષાઢ સુદ બારસને શુક્રવારે તારીખ 30 જૂન 2023 નાં રોજ વહેલી સવારે પાંચ વાગે ડીસામાં આવેલ માતા શેરી ખાતેથી માં અંબા બહુચરના મંદિરેથી પૂજારી શ્રી કૌશિકભાઈ રાવલ દ્વારા આરતી તેમજ મુખ્ય ધજાની પૂજા વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ધજાનાં મુખ્ય યજમાન સ્વ. મંજુલાબેન અમૃતલાલ મહેસુરીયા પરિવારના સભ્યો ધજા લઈને આગળ ચાલશે. આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ શ્રી નારસુંગા વીરદાદા ભકત સમુદાય ગુપ્ર નાં સભ્યો, ગ્રુપના કાર્યકરો આ પગપાળા સંઘમાં જોડ્યા હતા.
શ્રી બહુચર કૃપા પગપાળા સંઘ 45 મો સંઘ વાજતે ગાજતે નીકળ્યો
સાથે સમાજના ભાઈઓ તેમજ બહેનો લગભગ {500} થી વધુ સંખ્યામાં ભાવિ ભક્તો માતાશેરી ખાતે બહુચર માતાના મંદિરેથી નીકળી લેખરાજ ચારરસ્તા થઈ ને અંબાજી મંદિર દર્શન કરી મારવાડી મોચીવાસ, ઢેબર રોડ, સદર બજાર, જૂની જેલ, ચાવડીવાસ, રામજી મંદિર થઈ શ્રીરામ ચોક, ગાંધીચોક થઈને માં રૂપા માતાના મંદિરે દર્શન કરીને મોટા મોહલ્લામાં આવેલ શ્રી વીરદાદા નાં મંદિરેથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો તેમજ શ્રી નારસુંગા વીરદાદા ભક્ત સમુદાયના મિત્ર મંડળ તેમજ સમાજના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ સંઘ જુનાડીસા, નવા, આસેડા, સાંજે જમણવાર કિંમબુવા ખાતે રાત્રે રોકાણ કરશે. બીજા દિવસે પાટણથી સંઘ રવાના થશે.
View this post on Instagram
પાટણ શહેરમાં પરિક્રમા દરમિયાન લોકો દ્વારા ઠેરઠેર સંઘનું સ્વાગત તેમજ ઠંડા પીણાં અને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવશે.. ત્યાંથી આ સંઘ રાત્રે ચાણસ્મા રોકાણ કરીને મોઢેરા મંદિરે ખાતે રાત્રે દરમિયાન આનંદના ગરબાની રમઝટ બોલાવશે. જ્યારે અષાઢ સુદ પૂનમને સોમવાર તારીખ ૦૩જુલાઈ ૨૦૨૩ નાં રોજ વહેલી સવારે બહુચરાજી ખાતે પહોંચીને નગરની પરિક્રમા કરી બહુચરાજી મંદિરે ધજા ચઢાવી બહુચર માતાના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લેશે.
ડીસાથી બહુચરાજી (૪૫) મો પગપાળા સંઘનું સુંદર આયોજન કરવા બદલ સમાજના આગેવાનો દ્વારા શ્રી નારસુંગા વીરદાદા ભક્ત સમુદાય રીસાલા ગ્રુપના કાર્યકરો વ્યવસ્થાપક કમિટીના સમાજના યુવાનો સારી જેહમત ઉઠાવી હતી.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડુંગરાળ વિસ્તારમાં એક કિલોમીટર ચાલીને અંબાજી 108ની ટીમે સફળ પ્રસુતિ કરાવી