ઉત્તર ગુજરાતગુજરાતધર્મ

બનાસકાંઠા: અંબાજીથી અંબિકા રથનું કરાવાયું પ્રસ્થાન

Text To Speech
  • શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે પ્રસ્થાન
  • પ્રથમ રૂટ અંબાજી થી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનો, રથમાં એલ.ઈ.ડી સિસ્ટમ, પી એ સિસ્ટમ, જી.પી.એસ ઉપલબ્ધ

પાલનપુર, 24 ફેબ્રુઆરી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર વરુણકુમાર બરનવાલના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી ખાતેથી આજે ભક્તિમય માહોલમાં અંબિકા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

અંબિકા રથ મારફત વિવિધ ધાર્મિક પ્રચાર પ્રસાર અને ભાદરવી પુનમિયા સંઘ, અંબિકા અન્નક્ષેત્ર, ધાર્મિક સંસ્થાઓ દ્વારા ગબ્બર તળેટી સંપૂર્ણ પરિક્રમા સંઘની નોધણી કરવામાં આવશે. આ રથ દ્વારા ભાદરવી પુનમીયા સંઘ મારફત વિવિધ ઝોનમાં તેમજ એક યાત્રાધામથી બીજા યાત્રાધામને સાંકળવામાં આવશે. અંબિકા રથમાં વર્ચુઅલ રિયાલિટીથી અંબાજી મંદિરના દર્શન કરી શકાશે. રથમાં એલ.ઈ.ડી સિસ્ટમ, પી એ સિસ્ટમ, જી.પી.એસ, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. ભાદરવી પુનમીયા સંઘ દ્વારા પ્રથમ રૂટ અંબાજીથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધીનું આયોજિત કરવામાં આવ્યું છે.

અંબાજીથી પ્રસ્થાન થયેલા અંબિકા રથને દાંતા રાજવી પરિવાર દ્વારા દાંતા ખાતે આવકારવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા, ભાદરવી પૂનમિયા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ભોગીભાઈ પટેલ, પ્રમુખ રમેશભાઈ પટેલ, જલીયાણ સેવા કેમ્પના હિતેશભાઈ ઠક્કર, મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: જૂનાગઢ મહાશિવરાત્રીના મેળાના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Back to top button