બનાસકાંઠા: જલોતરા પાસેના શ્રી ગુરુ ધૂંધળીનાથ દેવસ્થાનનો વિકાસ કરવા માંગ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થી અંબાજી જતા માર્ગ પર આવેલ જલોત્રા ગામ નજીક ગુરુ શ્રી ધૂંધળીનાથનું મંદિર આવેલું છે. અંદાજે 4000 ફૂટની ઊંચાઈએ આવેલા મંદિરમાં બનાસકાંઠા સહિત અમદાવાદના શ્રદ્ધાળુઓ પોતાના પરિવારમાં જન્મેલા બાળકોની બાબરી નો પ્રસંગ કરવા માટે અહીંયા આવે છે. તત્કાલીન કલેકટર આનંદ પટેલે દેવસ્થાનના વિકાસ માટે રૂ. 54.72કરોડના ખર્ચની દરખાસ્ત કરી હતી
આ સ્થાનને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જેથી તત્કાલીન કલેકટર આનંદ પટેલે તેના વિકાસ માટે રૂપિયા 54.72 કરોડના ખર્ચે વિકાસ કરવા માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને દરખાસ્ત કરતો પત્ર લખ્યો હતો.
આ સ્થળ અરવલ્લી ની પર્વતમાળામાં 4000 ફૂટની ઊંચાઈએ આવેલું છે
ચોમાસામાં સમયમાં આ યાત્રાધામ રમણીય બની રહે છે, અને શ્રદ્ધાળુઓની સતત અવરજવર વચ્ચે તેનો વિકાસ થાય તો એક સુંદર પ્રવાસન સ્થળ બની શકે તેમ છે આ વિસ્તાર ગુરુ ના ભોખરા તરીકે પણ જાણીતો છે. મોટાભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી શ્રદ્ધાળુ પોતાના સંતાનોની બાબરી ઉતરાવવા માટે વૈશાખ અને જેઠ મહિનામાં આવે છે. આ માર્ગ થોડો કઠિન પણ છે. તેમજ પર્વતીય વિસ્તાર હોવાથી પુરતી સુવિધા ના અભાવે શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ અંગે ગ્રામજનોએ રજૂઆત કરી હતી જો કે તત્કાલીન કલેકટર આનંદ પટેલે આ યાત્રાધામનો વિકાસ થાય તે માટે રસ દાખવ્યો હતો.
રજૂઆતને અંતે યાત્રાધામ તરીકે ની દરખાસ્ત કરાય : પચાણ6. ધૂળીયાળીયા
બનાસકાંઠા જિલ્લામાં હુરુંના ભોખરા તરીકે જાણીતા આ સ્થળના વિકાસમાં વડગામ અને પાલનપુરના આગેવાનોએ વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી છેવટે તેને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા માટે તત્કાલીન કલેકટર આનંદ પટેલે વિકાસ માટે દરખાસ્ત કરી હતી વિવિધ કામો માટે દરખાસ્ત કરાય ગુરુ શ્રી ધૂંધળીનાથ દેવસ્થાનના વિકાસ માટે વડગામ મામલતદાર અને માર્ગ અને મકાન વિભાગના રાજ્ય અને સ્થાનિક આગેવાનોએ આ સ્થળની મુલાકાત લીધી હતી જેના વિકાસ માટે પગથિયા સીસી રોડ આરામ સ્થળ લાઇટિંગ પાણીનો બોર રસ્તાઓ ઉપર આવતા નાણાઓનું કામ કરાવવા માટે રૂપિયા 54.72 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો હતો
સેવાભાવી ઓ દ્વારા પાણી પહોંચાડાય છે : ધીરજ પ્રજાપતિ
ઊંચાઈએ આવેલા આ દેવસ્થાનની મુલાકાતે જતા શ્રદ્ધાળુઓ પાણીની તકલીફ વેઠતા હતા જેથી ગામના યુવાનોએ અહીંયા પાંચ વર્ષ પહેલા પાંચ યુવાનોએ પરબ બનાવી હતી જોકે ત્યારબાદ સેવા ભાવીઓની મદદથી પાઇપલાઇન મારફતે હાલમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :આ 5 કારણોને લીધે જ તમારું વજન નથી ઘટી રહ્યું