બનાસકાંઠા : ઈશુદાન સામે થયેલી ફરિયાદ રદ કરવા ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોની માંગ
- ફરિયાદ તાત્કાલિક રદ કરવા કરી માંગ
પાલનપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ પર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ટિપ્પણી કરતા તેમના વિરુદ્ધ થયેલી ફરિયાદના વિરોધમાં આજે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો અને આ ફરિયાદ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 મા એપિસોડ પર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો છે અને આ ટિપ્પણી મામલે ઈશુદાન ગઢવી પર સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જેના વિરોધમાં આજે ડીસામાં આદમી પાર્ટી ના કાર્યકરોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને આ ફરિયાદ તાત્કાલિક રદ કરવાની માંગ સાથે નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.
આ મામલે આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાતના પ્રભારી ડો. રમેશ પટેલે જણાવ્યું હતું કે આમ આદમીના રાષ્ટ્રીય સ્તર પર વધતાં કદઅને પ્રભાવને જોઈ ભાજપ બોખલાઈ ગયું છે એટલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય લેવલના નેતાઓ પર યેનકેન પ્રકારે ફરિયાદો કરી રહ્યું છે.મુખ્યમંત્રીને અમારી રજુઆત છે કે ઈશુદાનભાઈએ કરેલા રાજકીય કટાક્ષ મામલે થયેલી ફરિયાદ રદ થવી જોઈએ.એક તરફ ઓલમ્પિક માં મેડલ લાવનાર સાત સાત ખેલાડીઓનું યોન શોષણ થવા છતાં ભાજપના નેતાની ધરપકડ થતી નથી અને બીજી બાજુ વિપક્ષને ખતમ કરવા માટે ખોટી ખોટી ફરિયાદો કરી રહ્યું છે જે ન થવું જોઈએ.બાકી 156 નો ફુઘો 2024 માં ફૂટી જવાનો છે એ નક્કી છે
આ પણ વાંચો : હર્ષ સંઘવીએ અમદાવાદ એરપોર્ટ પર સુદાનથી પરત ફરેલા 231 જેટલા ભારતીયોને આવકાર્યા