બનાસકાંઠા: દલિત સમાજની દીકરીને ન્યાય અપાવવા માંગ
પાલનપુર: દેશમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી જાતિની દીકરીઓ પર વધતા જતા અત્યાચારના બનાવો રોકવા તેમજ તાજેતરમાં દલિત સમાજની દીકરી નિશાના મર્ડર કેસના આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી ન્યાય અપાવવાની માંગ સાથે ડીસાવળ રોહિત સમાજ દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડીસાવળ રોહિત સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયુ
છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ- અલગ રાજ્યોમાં અનુસૂચિત જાતી,અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય પ્રછાત વર્ગ (ઓબીસી) સમાજની દીકરીઓ પર એનકેન પ્રકારે અત્યાચારના બનાવો વધી રહ્યા છે. તાજેતરમાં જ દલિત સમાજની દીકરી નિશાનું અત્યાચારીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યું હતું. ત્યારે નિશાના મર્ડરના આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય સજા કરવા અને પરિવારજનોને ન્યાય આપવાની માંગ સાથે ડીસાવળ રોહિત સમાજ દ્વારા ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રોહિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશમાં દલિત સમાજ અને ઓબીસી સમાજને નિશાન બનાવી છેલ્લા કેટલાક સમયથી અત્યાચારો વધી રહ્યા છે. જેથી સરકાર આવા તત્વો સામે કડકાઇથી પગલાં લે તેમ જ નીશાના પરિવારજનોને ન્યાય મળે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો :અમેરિકામાં વધુ એક બેંક ડૂબમાં ગઈ, સરકારે કબજો લીધો