ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સાત રાજ્યોના ધારાસભ્યનું ડેલીગેશન ઓસ્ટ્રેલિયા પહોંચ્યું, ઓસ્ટ્રેલિયાના સાંસદો સાથે સંવાદ

Text To Speech
  • શિક્ષણ, ટેકનોલોજી, પર્યાવરણ અને વેપાર સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર ચર્ચા
  • ડેલીગેશનમાં ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો પણ સમાવેશ

પાલનપુર : ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સહિત સાત રાજ્યોના ધારાસભ્યનું ડેલીગેશન ઓસ્ટ્રેલિયા પહોંચ્યું છે, જ્યાં ઓસ્ટ્રેલિયાના સાંસદો સાથે શિક્ષણ, ટેકનોલોજી, પર્યાવરણ અને વેપાર સહિત આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર સંવાદ કર્યો હતો.

દેશના અલગ અલગ સાત રાજ્યોના ધારાસભ્યોનું એક ડેલીગેશન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયું છે. જેમાં ગુજરાતમાંથી ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો પણ સમાવેશ થયો છે.

આ ભારતીય ધારાસભ્યોનું ડેલિગેશન ત્યાંના સાંસદો સાથે શિક્ષણ ટેકનોલોજી, એગ્રીકલ્ચર,પર્યાવરણ અને વેપાર સહિત વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યો હતો. બંને દેશના સંબંધો ને વધુ મજબૂત થાય તે માટે પણ અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

ધારાસભ્યના ડેલીગેશને ઓસ્ટ્રેલિયામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ના દિવ્ય દર્શન કરી જળાભિષેક કર્યો હતો અને પ્રવાસી ભારતીય ધારાસભ્યોએ ભારતીય સંસ્કૃતિ અને સૈદ્ધાંતિક મૂલ્યો પર પણ ચર્ચા કરી હતી

સાથે સાથે પ્રતિનિધિ મંડળે પાર્લામેન્ટ ઓફ વિક્ટોરિયાની મુલાકાત લઈ ઓસ્ટ્રેલિયાના સાંસદો અને બ્યુરોક્રેટસ સાથે પણ મુલાકાત કરી હતી.

ધારાસભ્ય પ્રવીણ માળીએ પણ બનાસકાંઠા અને ગુજરાતની પરિસ્થિતિ અંગે ત્યાંના સાંસદો સાથે ચર્ચા કરી ખાસ કરીને એગ્રીકલ્ચર ,અર્બન ટાઉન પ્લાનિંગ અને વોટર રિસોર્સીસ અને પર્યાવરણમાં કઈ રીતે સુધારો લાવી શકાય તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે સંવાદ કર્યો હતો.

આ પણ વાંચો : બનાસકાંઠા : વાવાઝોડા અને કમોસમી વરસાદથી ચાર તાલુકાઓમાં 1128 મકાનોને નુકશાન

Back to top button