બનાસકાંઠા : મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બીજા તબક્કાની સહાયમાં વિલંબ, ગૌશાળા, પાંજરાપોળોને ન ચુકવતા સંચાલકો મુશ્કેલીમાં


- તાત્કાલિક સહાય ચૂકવાય માટે ગૌસેવા આયોગ અને મુખ્યમંત્રીને લેખતી રજૂઆત
પાલનપુર : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની 1700 ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 4.25 લાખ ગૌવંશ સહિતના પશુઓનાં નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જાહેરતા કરી હતી. ત્યારબાદ માત્ર 3 માસની જ સહાયની ચુકવણી થઇ છે. જ્યારે બાકીના 3 માસની સહાયની ચુકવણીમાં વિલંબ થતાં બનાસકાંઠાની ગૌશાળા પાંજરાપોળોને સત્વરે સહાયની રકમ ચૂકવાય તે માટે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા : મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની બીજા તબક્કાની સહાયમાં વિલંબ, ગૌશાળા, પાંજરાપોળોને ન ચુકવતા સંચાલકો મુશ્કેલીમાં#Banaskantha #Banaskanthadistrict #COW #Cages #news #newsupate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/EMR4JyEMGa
— Hum Dekhenge News (@humdekhengenews) April 30, 2023
બનાસકાંઠા જીલ્લો પશુપાલન ક્ષેત્રે મોખરે છે. જીલ્લામાં 180 કરતા વધુ ગૌશાળા – પાંજરાપોળો આવેલ છે. તેમાં 90,000 કરતા વધુ પશુઓ આશ્રિત છે. આ તમામ પશુઓનો નિભાવ દાનની આવકથી ચાલી રહેલ છે . ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 -23 ના બજેટમાં ગુજરાતની 1700 ગૌશાળા પાંજરાપોળોમાં આશ્રિત 4.25 લાખ ગૌવંશ સહિતના પશુઓનાં નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂ.500 કરોડની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ આ યોજના લાગુ કરાવવા માટે બનાસકાંઠામાં સરકાર સામે આંદોલન પણ કરવામાં આવ્યું હતુ.
પરિણામે સરકારે માહે સપ્ટેમ્બર -22 માં યોજના લાગુ કરી તમામ સંસ્થાઓને પ્રતિપશુ પ્રતિદિન રૂ.30 મુજબની સહાયની રકમ દર ત્રણ મહીને ચુકવવા ઠરાવ કર્યો હતો. ઠરાવ મુજબ સરકાર દ્વારા તમામ ગૌશાળા – પાંજરાપોળોને ઓકટોબર,નવેમ્બર અને ડીસેમ્બર માસની સહાયની રકમ ચુકવવામાં આવી હતી. જેથી તમામા સંસ્થાઓને આર્થિક રાહત મળી હતી. ત્યારબાદના બીજા તબક્કામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ -23 ની સહાયની રકમ ગુજરાતનાં અન્ય જીલ્લાઓમાં આવેલ ગૌશાળા પાંજરાપોળોને ચૂકવી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાની સંસ્થાઓને સહાયની રકમ ચુકવવામાં આવી નથી. જેથી સંચાલકો આર્થીક મુશ્કેલીઓને સામનો કરી રહ્યા છે. જેથી આખરે ડીસાની રાધેકૃષ્ણ જીવદયા ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠાની તમામ ગૌશાળા પાંજરાપોળોને બાકી સહાયની રકમ તાતકાલીક અસરથી ચૂકવામાં આવે તે માટે મુખ્યમંત્રીશ્રી,મુખ્ય સચિવ , ગૌસેવા આયોગ તેમજ પશુપાલન મંત્રી અને જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : રબારી સમાજે કુરીવાજોને તિલાંજલિ આપી, શિક્ષણ તરફ આગળ વધવા હાકલ