બનાસકાંઠા : ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું,40 હજાર ઉપરાંત બોરીની આવક
- પ્રતિ મણ ના 1300 નો સરેરાશ ભાવ
બનાસકાંઠા 11 જૂન 2024 : ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાઈ રહ્યું છે. ઉનાળુ સીઝન માં થયેલ સારા ઉત્પાદન ના કારણે આવક પણ વઘી રહીં છે. બનાસકાંઠા ના ખેડૂતો હવે ઉનાળા માં પણ મગફળીનું વાવેતર કરી બમ્પર ઉત્પાદન મેળવે છે. સાચું સાલે ઉનાળા માં અનુકૂળ હવામાન ના કારણે મગફળી નું ઉત્પાદન સારુ થયું છે અને જેના કારણે હાલ ડીસા નું માર્કેટયાર્ડ મગફળી થી ઉભરાઈ રહ્યું છે. હાલ સારા ભાવના કારણે ખેડૂતો મગફળી નું સંગ્રહ કરવાની જગ્યાએ વેચવાનું વધુ પસઁદ કરે છે જેના કારણે માર્કેટ માં રોજે 40 હજાર બોરી થી વધુ આવક થઈ રહીં છે જેમાં સોમવારે એકજ દિવસ માં 40,596 તો મંગળવાર એ 44,440 બોરીની આવક નોંધાઈ હતી.
જોકે માર્કેટયાર્ડ હરાજી ની સિસ્ટમ સારી હોવાના કારણે ખુલ્લી હરાજી માં સારી મગફળી નો ભાવ પ્રતિ મણ રૂ 1100 થી 1401 નો ભાવ મળ્યો હતો તો સરેરાશ ભાવ રૂ 1300 પ્રતિ મણ નો રહ્યો હતો. જોકે હાલ નો ભાવ ખેડૂતો માટે પોસાત્મક ભાવ છે જૅ આખી સીઝન જળવાઈ રહે તો ખેડૂતો ને ફાયદો થઈ શકે તમે છે
બનાસકાંઠા માં ખેડૂતો ઉનાળા માં પણ મગફળી નું બમ્પર વાવેતર કરતા અને સારા હવામાન ના કારણે પણ ઉત્પાદન સારુ થતાં માર્કેટયાર્ડ ઉભરાઈ રહ્યું છે જોકે બનાસકાંઠા નું સૌથી મોટુ માર્કેટયાર્ડ ડીસા હોવાના કારણે જિલ્લા ભરના ખેડૂતો ડીસા માર્કેટયાર્ડ માં વેચાણ અર્થે આવે છે. જેના કારણે આવક બમ્પર રહે છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાંથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મિશન વસ્ત્રમ કાર્યક્રમનો પ્રારંભ