બનાસકાંઠા : સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓએ વૃદ્ધાશ્રમમાં દાદા -દાદીઓના ખોળામાં કર્યો વાર્તાલાપ
પાલનપુર : વૃદ્ધાશ્રમ એટલે ઘરડા દાદા દાદીઓના વિશ્રામગૃહ તરીકે ઓળખાતું અને જ્યાં તેમનું કોઈ પોતાનું મળી રહે તેવા આશયથી એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે. દાદા -દાદી વડીલ વિશ્રાંતિગૃહમાં તેમના શુદ્ધ વિચારોથી આ આશ્રમને એક વિચારદાયક પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. આવા જ એક વૃદ્ધાશ્રમ જે પાલનપુરમાં આવેલ છે.
દાદા- દાદીના આશીર્વાદ પણ મેળવ્યા
શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની દીકરીઓ દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈને ઘરડા દાદા -દાદી સાથે લાગણી ભર્યા દ્રશ્યો સાથે વાર્તાલાપ કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓએ તેમના માતા -પિતાના આપેલા સંસ્કારોનું સિંચન કરી આ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલ દાદા- દાદીઓના ખોળામાં બેસી પ્રેમભર્યા વાર્તાલાપ દ્વારા તેમના મનને જીતી લીધા હતા₹ ત્યારબાદ ઘરડા દાદા- દાદીના આશીર્વાદ પણ મેળવ્યા હતા. અને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા ત્યાં દાદા- દાદી સાથે બાળગીત તેમજ ભજન કરીને વાતાવરણને વધુ આનંદમય બનાવ્યું હતું. સ્વસ્તિક સંકુલ સંલગ્ન સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા અવારનવાર વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે પરંતુ આજે આ વૃદ્ધાશ્રમમાં જઈને ઘરડા દાદા દાદી સાથે વાર્તાલાપ કરીને દીકરીઓએ પોતાના સંસ્કાર ઉજાગર કર્યા હતા. આ કાર્યમાં સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલબેન નેહલબેન પરમાર તેમજ તમામ અધ્યાપિકા બહેનો તથા સ્વસ્તિક બાલમંદિર વિભાગના આચાર્ય દર્શનાબેન તથા તેમના સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. આ અંગેનું માર્ગદર્શન સ્વસ્તિક સંસ્થાના પ્રમુખ રમેશભાઈ પટેલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું.