ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસામાં ઘનઘોર વાદળો છવાતા અંધારપટ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં સોમવારના દિવસે લોકોને વાતાવરણમાં અલગ -અલગ પ્રકારનો બદલાવ જોવા મળ્યો. સવારે સૂર્ય નારાયણના કિરણો ધરતી પર રેલાયા હતા. તો બપોરે સામાન્ય ગરમી પણ વધી હતી. ત્યારબાદ બપોર પછી તો અચાનક એકા-એક ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે સાંજે 5:00 વાગે આકાશમાં કાળા વાદળો છવાઈ જતાં ચારે તરફ અંધારા જેવા માહોલ સર્જાઈ ગયો હતો.
અને રાત્રી જેવો નજારો લોકો અનુભવયો હતો. જોકે વિઝીબીલીટી ઘટતાં હાઇવે ઉપરથી પસાર થતા મોટા ભાગના વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઈટને ચાલુ કરવાની ફરજ પડી હતી. વાતાવરણમાં આવેલા એકા-એક બદલાવથી લોકોમાં પણ ભારે રોમાંચ જોવા મળતો હતો. જ્યારે વાદળો સાથે મેઘ ગર્જના પણ થઈ રહી હતી.