ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતીવાડા ડેમની સપાટી 590 ફૂટ પહોંચી

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો ડેમ દાંતીવાડા ની સપાટી 590.20 ફૂટે પહોંચી છે. રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મોસમ વિભાગની આગાહીના પગલે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જેને લઈને તંત્ર પણ સાબદુ છે. ત્યારે અરવલ્લીની ગિરિમાળામાં અને માઉન્ટ આબુમાં થઈ રહેલા વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે.

ડેમમાં 10 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ

દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. જેમાં સોમવારે બપોરે 2:00 વાગ્યા સુધીમાં ડેમમાં 10034 ક્યુસેક જેટલા પાણીની આવક નોંધાઈ હતી. આમ સતત પાણીના આવરાના લીધે ડેમની સપાટી 590.20 ફૂટે પહોંચી છે. જેથી ડેમમાં  63.20 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દાંતીવાડા ડેમ છલોછલ ભરાવવામાં હજુ 14 ફૂટ જેટલા પાણીની જરૂર છે. ત્યારબાદ ડેમના દરવાજા ખોલવા પડે. આ વખતે પણ દાંતીવાડા ડેમ ઓવરફ્લો તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

દાંતીવાડા ડેમ-humdekhengenews

રાજસ્થાનમાં ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો

બીજી તરફ રાજસ્થાનમાં આવેલા બનાસ સ્ટેશન પાસેના પેશુઆ ગામની નજીકથી પસાર થતી ફુલ નદીમાં પણ વરસાદી પાણી ભરપૂર પ્રમાણમાં આવ્યું છે. પરિણામે બનાસ ડેમ પણ ઓવરફ્લો થયો છે. જેનું પાણી આગામી દિવસોમાં દાંતીવાડા ડેમમાં આવશે. જેથી દાંતીવાડા ડેમની સપાટીમાં પણ વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: કોંગ્રેસમાંથી ભાજપમાં આવતા જ ગોવાભાઈની ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન પદની તાજપોશી

Back to top button