ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા :દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પર રાત્રે હુમલો, જીવ બચાવવા જંગલમાં દોડ્યા

Text To Speech

પાલનપુર: દાંતાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર મતદાનની આગલી રાત્રે ટોળાએ તેમની અને સમર્થકોની ગાડી ઉપર હુમલો કર્યો હતો. જેમાં તેઓ જીવ બચાવી જંગલમાં દોડી ગયા હતા. આ ઘટનામાં બનાસકાંઠા એસપી સહિત પોલીસે શોધખોળ કરીને અઢી કલાક બાદ તેમને શોધી કાઢ્યા હતા. જેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હૂમલો ભાજપના આગેવાનોએ કરાવ્યો હોવાનો ખરાડીએ આરોપ લગાવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠકો માટે આજે (સોમવારે) બીજા ચરણનું મતદાન યોજાવાનું છે. ત્યારે રાજકીય પક્ષોના સમર્થકો અને ઉમેદવારો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં રવિવારે રાત્રે દાંતા ના ધારાસભ્યને ઉમેદવાર કાંતિ ખરાડી ઉપર હુમલો થયો હતો. આ અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવારે બામોદરા ચાર રસ્તા પાસે અવરોધ ઊભો કરીને રસ્તો રોકી દીધો હતો.

જેથી અમે અમારા વાહનો ફેરવીને લઈ જઈ રહ્યા હતા ત્યારે તે બાજુના લોકોએ આવીને અમારા ઉપર હુમલો કર્યો હતો. જેથી અમે બધા અલગ -અલગ દોડીને અમારો જીવ બચાવ્યો હતો. ખરાડીએ જણાવ્યું હતું કે, 15 કિલોમીટર અમે અંધારામાં જીવ બચાવવા દોડયા હતા.

ભાજપના આગેવાનોએ હુમલો કરવ્યાનો ખરાડીનો આરોપ

કાંતિ ખરાડીએ આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં બોગસવોટીંગ થવાની ફરિયાદ મળી હતી. જેથી અમે ચૂંટણી અધિકારીને ચાર દિવસ પહેલા પણ પત્ર લખ્યો હતો, અને ભાજપના ઉમેદવારે પણ અગાઉ કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો અમારા વિસ્તારમાં પ્રચાર કરવા ન આવે, કાંતિ ખરાડીને પગના ભાગે ઈજા થઈ છે. જેમનું પેન્ટ ફાટી ગયું હતું તેમને પોલીસે શોધીને કાઢ્યા બાદ પ્રાથમિક સારવાર માટે હસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને કાંતી ખરાડીના સમર્થકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ હુમલાની ઘટના બાદ કોંગ્રેસના આગેવાનોએ ઘટનાને વખોડી હતી.

આ પણ વાંચો : Live Update : બીજા તબક્કાનું મતદાન, જાણો ક્યા જિલ્લામાં અને કઈ બેઠક પર લોકો આપશે મત

Back to top button