ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા તાલુકામાં વાવાઝોડું ત્રાટક્યું, પશુઓ ના તબેલા અને મકાનના છાપરા પડ્યા

Text To Speech
  • સિમેન્ટની પતરા નો ભૂકકો બોલી ગય
  • ખેડૂતોના મકાનોને થયેલા નુકસાનના સર્વે માટે અધિકારીઓ ગામડામાં પહોંચ્યા

બનાસકાંઠા 22 જૂન 2024 : બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે રાત્રે અચાનક જ વાવાઝોડુ ત્રાટક્યું હતું. આ વાવાઝોડાએ ડીસા તાલુકાના કોચાસણા અને ભાચરવા ગામના વિસ્તારને ઘમરોળી નાખ્યો હતો. અહીંના ખેતરોમાં બનાવેલા પશુઓને રાખવાના તબેલા અને રહેણાંક મકાનોના પતરા ઉડીને ખેતરો ફંગોળાઇ ભાંગીને ભૂક્કો થઈ તૂટી પડ્યા હતા.

જેના પગલે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા બે માસથી કાળજાળ ગરમી પડી રહી છે જેના પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ આવે તે પહેલા જ ડીસા તાલુકા ના કોચાસણા અને ભાચળવા ગામમાં શુક્રવારે જોરદાર પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું.

જેના પગલે ખેડૂતો ના ખેતરમાં બનાવવામાં આવેલા પશુઓને રાખવાના તબેલા તેમજ રહેણાંક મકાનોના એક પછી એક છાપરા ઉડીને ખેતરોમાં ફંગોળાઈ ભાગીને ભુક્કો થઈ ગયા હતા. અત્યારે માત્ર મકાનોની દિવાલો અને લોખંડની એંગલો જ જોવા મળે છે.

આ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો આવ્યો છે વાવાઝોડા ના કારણે નુકસાન થતા ડીસા તાલુકા પંચાયતના અધિકારીઓએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી પણ ખેડૂતોના ખેતરોમાં પહોંચ્યા હતા. ત્યાં જઈ ને નુકસાની નો તાગ મેળવ્યો હતો, અને પંચાયતના અધિકારીઓને ખેડૂતોને થયેલા નુકસાન નો ઝડપી સર્વે કરવા માટેની સૂચના આપી હતી.

શુક્રવારે રાત્રે વાવાઝોડા સાથે તાલુકાના દામા અને રામપુરા પંથકમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જોકે હજુ કાળજાળ ગરમી માંથી લોકોને છુટકારો મળ્યો નથી, ત્યારે જિલ્લામાં વરસાદના આગમનની લોકો રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના ઝાબડીયામાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર

Back to top button