ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : સરકારે ગાયો માટે જાહેર કરેલ ₹500 કરોડની સહાય ન ચુકવતા ઢીમા ગામથી નીકળશે ગૌ અધિકાર સંકલ્પ યાત્રા

Text To Speech
  •  લાખણીના ગેળામાં પાંજરાપોળ- ગૌશાળા સંચાલકોની યોજાઈ બેઠક

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું આંદોલન ચાલી રહ્યું છે. તેમની માગણી છે કે, સરકારે ગાયો માટે જાહેર કરેલ રૂપિયા 500 કરોડની સહાય ચૂકવવી જોઈએ. જો કે સરકારે હજી સુધી આંદોલન દરમિયાન આ સહાય અંગે પાંજરાપોળ કે ગૌશાળાના અગ્રણીઓ સાથે કોઈ વાતચીત કરી નથી. દરમિયાન પાંજરાપોળ અને ગૌશાળામાંથી પશુઓને સરકારી કચેરીમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

પાલનપુર-HUMDEKHENGENEWSત્યારબાદ ડીસા ખાતે સાઈબાબા મંદિર પાસે ધરણાં પણ શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન આજે (બુધવારે) લાખણી ગામના ગેળા ખાતે સાધુ-સંતો અને ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોની એક બેઠક યોજાઇ હતી. જેમાં ચર્ચા વિચારણાના અંતે આગામી પહેલી ઓક્ટોબરના રોજ ગૌ અધિકાર સંકલ્પ યાત્રા નીકળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ ઢીમા યાત્રાધામથી કરવામાં આવશે. જે દરેક વિધાનસભા મતવિસ્તારમાં ફરશે.

ગૌ સેવકોએ શપથ લીધા

લાખણીના ગેળાની આ બેઠકમાં 90 થી વધુ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના અને ગૌ સંકલ્પ અધિકાર યાત્રામાં તન, મન અને ધનથી મદદ કરવા માટે જોડાવાના શપથ લીધા હતા. જેને લઈને આગામી દિવસોમાં આંદોલન લાંબુ ચાલે અને ઉગ્ર બને તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.

Back to top button