ઉત્તર ગુજરાતગુજરાત

કોરોનાને લઈ સતર્કતા : ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કરાયા ઇન્સ્ટોલ

Text To Speech

પાલનપુર : ભારતમાં ફરી એકવાર કોરોના દસ્તક દેવાની તૈયારીમાં છે. ત્યારે ડીસામાં પણ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારી હોસ્પિટલોમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોરોનાના કેસો વધે તો ઓક્સિજન, બેડ અને સ્ટાફને સજ્જ કરી દેવાયો છે. સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે.

કોરોના-humdekhengenews

કોરોનાની બીજી લહેર વખતે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ નાકે લીટી ખેંચી ગયું હતું. ખાસ કરીને ઓક્સિજનના અભાવે અનેક કોરોના સંક્રમિત દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આવી સ્થિતિ ન સર્જાય તે માટે આ વખતે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય બન્યું છે.

ઓક્સિજન લાઇન સાથે જોડાયેલા 44 બેડની વ્યવસ્થા

ડીસામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગત વખતે ઓક્સિજન પ્લાન્ટ ન હતો પરંતુ હવે અહીં ઓક્સિજન પ્લાન્ટ ફીટ કરવામાં આવ્યો છે. જે પ્લાન્ટ અત્યારે સંપૂર્ણ ચાલુ હાલતમાં છે. આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર લેબ બનાવવામાં આવી છે. આ લેબમાં અત્યારે પણ અંદર અંદાજિત 700 થી 800 જેટલા સેમ્પલની તપાસ કરવામાં આવે છે. ડીસાની સરકારી હોસ્પિટલમાં 6 તાલુકાના લોકોના સેમ્પલ ચકાસવામાં આવે છે. સેમ્પલ મળ્યા બાદ 8 કલાકમાં જ તમામ સેમ્પલનો રિપોર્ટ આપી દેવામાં આવે છે.

કોરોના-humdekhengenews

અહીં રોજના 1500 થી પણ વધુ સેમ્પલની તપાસ થઈ શકે તે માટે પૂરતો સ્ટાફ કાર્યરત રહે છે. હોસ્પિટલમાં સેન્ટ્રલાઈઝ ઓક્સિજન લાઇન સાથે જોડાયેલા 44 બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એટલે કે એક સાથે 40 જેટલા ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને રાખી શકાય તેટલી ક્ષમતા છે. આ સિવાય 60 જેટલી ઓક્સિજન બોટલો પણ તૈયાર રાખવામાં આવી છે, જેથી આવનાર કોઈપણ દર્દીને ઓક્સિજનના કારણે કોઈ તકલીફ ન પડે તેવી સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આમ કોરોનાની સંભવિત લહેરમાં લોકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.

આ પણ વાંચો : રાજકોટના નાગરિકો માટે સંજીવની સમાન બની “108 એમ્બ્યુલન્સ સેવા” : વર્ષ 2022 દરમ્યાન બચાવ્યા 1.20 લાખ લોકોના જીવ

Back to top button