બનાસકાંઠા : દિયોદર બેઠકના નાની ઘરનાળમાં કોરોના પોઝિટિવ દર્દીએ PPE કીટ સાથે કર્યું મતદાન
- બાબુભાઇ દેસાઇએ PPE કીટ પહેરી કોવિડ પ્રોટોકોલ જાળવ્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની 14- દિયોદર વિધાનસભા મતવિસ્તારમાં નાની ઘરનાળ ગામે કોરોના પોઝિટિવ પેશન્ટ બાબુભાઇ મલાભાઇ દેસાઇએ PPE કીટ પહેરી સાજે-4:30 કલાકે મતદાન કર્યુ હતું. ગઇ
તા.30 નવેમ્બરના રોજ બાબુભાઈને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાતા તેમણે RTPCR રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ તા. 2 ડિસેમ્બરના રોજ પોઝિટિવ આવતા તેઓ હોમ આઇસોલેશનમાં વરનોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નિગરાનીમાં સારવાર લઇ રહ્યા છે.
તેઓ કોરોના પોઝિટિવ હોવાથી અન્ય મતદારોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં લઇ આજે મતદાનના દિવસે અંતિમ કલાકોમાં તેમણે PPE કીટ પહેરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકોના આરોગ્યની જાળવણી માટે કોરોના પેશન્ટની સાથે આરોગ્ય કર્મચારીએ પણ PPE કીટ પહેરીને નાગરિકોને સુરક્ષાની પ્રતિતિ કરાવી હતી.
આ પણ વાંચો : પાલનપુર : ડીસામાં વેન્ટિલેટર પર જીવતા દર્દીનો મત કરવાનો આગ્રહ, એમ્બ્યુલન્સમાં લાવી મતદાન કર્યું