બનાસકાંઠા: થરાદની કિયાલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો
પાલનપુર: થરાદ તાલુકાની કીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદાય ગીત રજૂ કરાયું હતું. જ્યારે ધો. 8 ના વિદ્યાર્થીઓએ શાળાને ભેટ સોગાદો આપી હતી, અને શાળા તરફથી તમામ બાળકોને બોલપેન ભેટ અપાઇ હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય ગમનભાઇ ચૌધરી, શિક્ષક જબરસિંહ ચૌહાણ, દિપકભાઇ એસ. ગેલોત (માલગઢ), શિક્ષક સ્ટાફગણ, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે બાળકો આગળ ભણી ગણીને આગળ વધે અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
શિક્ષકો દ્વારા બાળકોને ભાવતું ભોજન આપવામાં આવ્યું
શાળાના પટાંગણમાં આચાર્ય પ્રભાતસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વિદાય સમારંભ માં સૌપ્રથમ વિદાય લેતા બાળકો ને શાળાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષક રાજેશભાઈ કોઈટીયા એ બાળકોને શિખામણ આપતો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, જીવનમાં તમારા માં – બાપ ને નીચું જોવું પડે તેવુ કાર્ય કદાપી ન કરતા અને ભણીગણીને ગામ અને સમાજનું નામ રોશન કરજો.
આજે તમે શાળામાં જે વૃક્ષોની ભેટ આપી છે, જે મોટા થશે ત્યારે એક એક બાળકની યાદ અપાવશે. આ પ્રસંગે ધોરણ આઠ માંથી વિદાય થઈ રહેલા બાળકોએ પણ શાળાના સ્મરણોને વાગોળતુ એક ગીત બનાવ્યુ હતું. અંતે શાળાના દરેક વિદ્યાર્થીઓએ શિક્ષકો દ્વારા આપેલુ ભાવતું ભોજન ગ્રહણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
આ પણ વાંચો :બનાસકાંઠા: ચૈત્રી પૂનમને લઈ ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ