ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ગ્રાહકનો વીમા ક્લેમ નામંજૂર કરનાર કંપનીને ગ્રાહક કોર્ટની લપડાક

Text To Speech
  • હોસ્પિટલ પાસે બાયોવેસ્ટ નું યોગ્ય લાયસન્સ ન હોવાના કારણસર વીમા ક્લેમ નામંજૂર કર્યો હતો
  • રૂ. 27000, 9% વ્યાજ સાથે ચૂકવી આપવા હુકુમ

પાલનપુર 21 મે 2024 :  વીમા ક્લેમ ચૂકવવાના સમયે અવનવા કારણો જણાવી વીમા ક્લેમ નામંજૂર કરનાર વીમા કંપની ને બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતે લપડાક મારી વીમા ક્લેમ ની રકમ રૂ. 2,70,000/- 9% વ્યાજ સહિત ચૂકવી આપવા હુકુમ ફરમાવેલ છે. ફરિયાદ ની વિગતો મુજબ ડીસા નિવાસી ચેતન કુમાર જયંતીલાલ મેવાડા ને ધી ઓરિએન્ટલ ઇનસુરન્સ કંપની પાસે થી પોતાના અને પોતાના પરિવાર ની સુરક્ષા માટે મેડીક્લેમ વીમા પોલિસી લીધેલ હતી. પોલીસી અમલ માં હતી તે દરમીયાન ગ્રાહક ચેતન ભાઈ અચાનક બેભાન થઇ જતાં તેમના પાડોશીઓ તેમને હોસ્પિટલ લઈ જતાં તેઓને આઇ.સી.યું. માં દાખલ કરેલા. પરંતુ સારવાર દરમીયાન ગ્રાહક ચેતનભાઈ નું મૃત્યુ થયું. ત્યારબાદ તેમની પત્ની નેહાબેને વીમા કંપનીનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો સાથે વીમા ક્લેમ મૂકેલો. પરંતુ વીમા કંપની એ હોસ્પિટલ પાસે બાયો વેસ્ટના નિકાલ માટે યોગ્ય લાયસન્સ ન હોવાનું કારણ જણાવી વીમા ક્લેમ નામંજૂર કરી દીધો હતો.

વીમા ક્લેમ નામંજૂર થતાં નેહાબેન મેવાડાએ ગુજરાત ની જાણીતી ગ્રાહક હિત હક્ક રક્ષક સંસ્થા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ કિશોર દવે ને પોતાની આપવીતી જણાવી વીમા કંપની વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. જેના આધારે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ના મંત્રી પ્રિતેશ શર્માએ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલત સમક્ષ ફરિયાદ દાખલ કરતાં જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એન.પી.ચોધરી, સભ્ય એમ. એ. સૈયદ અને બી.જે. આચાર્ય ની જ્યુરીએ પ્રિતેશ શર્માની ધારદાર દલીલો ને સ્વીકારી વીમા કંપની ને દોષિત ઠેરવી વીમા ક્લેમ ની રકમ રૂ. 2,70,000/-, 9% વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ ના રૂ. 3,000/- મળી કુલ રૂ. 2,97,300/- ચૂકવી આપવા હુકુમ ફરમાવેલ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા પાણીની પાઈપ તુટી જતાં હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

Back to top button