ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં પહોંચી કૉંગ્રેસની પરિવર્તન યાત્રા, ટિકિટ નહીં અપાય તો ઠાકોર સમાજ પાર્ટીથી વિમુખ થશે

Text To Speech

પાલનપુર : કોંગ્રેસની પરિવર્તન યાત્રા મોડી સાંજે ડીસા પહોંચતા ડીસા રિજમેન્ટ રોડ પર ઠાકોર સમાજના કાર્યકરોએ યાત્રાનું સ્વાગત કરી ડીસામાં ઠાકોર સમાજને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માંગ કરી હતી. જો પાર્ટી ડીસામાં ઠાકોર સમાજની અવગણના કરાશે તો પાર્ટીએ હારનો સામનો કરવો પડશે તેવી પણ ઉચ્ચારી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે રાજ્યભરમાં પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ પરિવર્તન યાત્રાએ બનાસકાંઠામાં પરિભ્રમણ કર્યું હતું. જેમાં યાત્રા મોડી સાંજે ડીસા આવી પહોંચતા ડીસાના રીઝમેન્ટ રોડ પર ઠાકોર સમાજના અગ્રણીઓએ પરિવર્તન યાત્રા નું સ્વાગત કર્યું હતું.

ત્રીસ વર્ષથી કોંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ આપી નથી

સ્વાગત બાદ ઠાકોર સમાજના અગ્રણીઓએ ભરતસિંહ સોલંકી સમક્ષ ડીસામાં ઠાકોર સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવાની સ્પષ્ટ માંગણી કરી હતી. સમાજના અગ્રણીઓ રજૂઆત કરી હતી કે, ડીસામાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસે ઠાકોર સમાજને ટિકિટ આપી નથી ડીસામાં 60,000 થી વધુ મતદારો ધરાવતો ઠાકોર સમાજ હોવા છતાં પાર્ટીએ ડીસામાં સતત ઠાકોર સમાજની અવગણના કરી છે.પરંતુ જો આ વખતે પાર્ટી ઠાકોર સમાજને ટિકિટ નહીં અપાય તો ઠાકોર સમાજ પાર્ટીથી વિમુખ થશે અને પાર્ટીએ તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી પણ ચીમકી ઠાકોર સમાજના અગ્રણી ભવાનજી ચંડીસરાએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : મોરબીમાં ભાજપના 24 વર્ષ દાવ પર! આ રીતે રાજકીય પરિસ્થિતિ બદલાશે

Back to top button