બનાસકાંઠા: ડીસા પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
પાલનપુર: ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9 ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 9 માં અપક્ષ ઉમેદવારે રાજીનામું આપતા એક બેઠક ખાલી પડી હતી. જેમાં ચૂંટણી તંત્ર દ્વારા પેટા ચૂંટણી યોજાઈ હતી. રવિવારે પેટા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાતા કુલ 8000 ઉપરાંત મતદારોમાંથી 3600 જેટલા મતદારોએ મતદાન કરતા 43% મતદાન થયું હતું. જેની આજે ડીસા મામલતદાર કચેરી ખાતે મત ગણતરી યોજાતા કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશીને 2024 મત, ભાજપના ઉમેદવાર કાંતિલાલ લોધાને 1122 મત તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીગ્નેશ દેસાઈને 431 મત મળ્યા હતા. જ્યારે 36 મત નોટામાં ગયા હતા. આમ કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન કુરેશી નો 902 માંથી વિજય થયો હતો. ડીસામાં ઘણા સમય બાદ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસી આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી ખુશી વ્યક્ત કરી હતી.
વોર્ડ નંબર 9 ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઈ હતી
આ અંગે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, આ પેટા ચૂંટણી માટે ભાજપ એ કોંગ્રેસને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપે સત્તાનો દુરુપયોગ કરી અનેક મતદારોના ના મતદાર યાદી માંથી ગાયબ કરી અન્ય વોર્ડના ભુતિયા મતદારો ના નામ વોર્ડ નંબર 9માં સામેલ કરાયા હતા. જોકે પ્રજા વોર્ડ નંબર 9ની શાણી પ્રજાએ સમજી વિચારીને મતદાન કરતા ભાજપને જાકારો આપ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: સરહદી જિલ્લાનું રત્ન રાજ્યકક્ષાએ ઝળક્યુ : ગુજરાત સરકારનો રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત