ઉત્તર ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગેનીબેને માથે મર્યાદા ઓઢી માંગ્યા મત, કહ્યું- ‘ભાઈઓ બહેનનું અધૂરુ મામેરુ પૂરુ કરો’

બનાસકાંઠા, 16 માર્ચ 2024: લોકસભાની ચૂંટણીની તારીખો હવે જાહેર થઈ ગઈ છે. તેની સાથે સૌથી મોટા કહેવાતા 2024ની ચૂંટણીના મહાપર્વનો જંગ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોત-પોતાના લોકસભા મત વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે.ત્યારે, બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેમને ગાંધીનગર સહિત દરેક જગ્યાએ તમે માથે ઘુમટો રાખ્યા વગર અનેકવાર જોયા હશે પણ તાજેતરમાં ગેનીબેન અલગ અંદાજમાં જોવા મળ્યા.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

માથે ઘુમટો તાણી ગેનીબેન ઠાકોરે માંગ્યા મત

વીડિયોમાં પીળી સાડી પહેરી માથે ઘુમટો તાણી બોલી રહેલા આ અન્ય કોઈ નહીં પણ બનાસકાંઠા કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. લોકસભાની ચૂંટણીના અનુસંધાને યોજાયેલા કાર્યક્રમમાં ગેનીબેનનો આ અંદાજ જોવા મળ્યો હતો. પક્ષના નેતાઓ સહિત સમાજના આગેવાનો સામે મર્યાદા જાળવતા ગેનીબેન ઠાકોર માથે ઘુમટો ઓઢી સંબોધન કરતા જોવા મળ્યા. બનાસકાંઠાના 21 લાખ મતદારોને ગેનીબેન ઠાકોરે આગવા અંદાજમાં મત આપવા અપીલ કરી હતી.

સરકાર પર નિશાન સાધતા પોલીસને કરી ટકોર

નામ લીધા વગર શાસક પક્ષ પર નિશાન સાધતા ગેનીબેને કહ્યુ કે, પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસ સ્ટેશનમાં બોલાવી ધમકાવવાનું નથી. પોલીસને ટકોર સાથે ચેતવણી આપતા ગેનીબેને કહ્યું કે, પોલીસ કાયદામાં રહી વ્યવસ્થા જાળવવાનું કામ કરે, કોઈ સરકાર કાયમી રહેવાની નથી.

ભાઈઓ બહેનનું અધૂરુ મામેરુ પૂરુ કરો- ગેનીબેન

તો આ સાથે ગેનીબેન ઠાકોરે દિયોદર તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ભાઈઓને કહ્યું કે- ભાઈઓ અધુરું મામેરુ પૂરુ કરો. તમારી બહેનને આ ચૂંટણીમાં જીતાડી મામેરુ પૂરુ કરો અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યુ. ગેનીબેને મવડી મંડળ અને સમગ્ર સમાજને બહેનો-દીકરીઓની સુરક્ષા અને જિલ્લાની જનતા માટે બધુ કરીશ.

આ પણ વાંચો: ત્રણ રાજ્યમાં સાત તબક્કામાં, બે રાજ્યમાં પાંચ તબક્કામાં થશે મતદાન

આ કાર્યક્રમમાં બનાસકાંઠા લોકસભાના ઈન્ચાર્જ બળદેવજી ઠાકોર, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ઠાકરશી રબારી, ધવલસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના નેતાઓ સહિત ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણી જાહેરઃ 19 એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં યોજાશે મતદાન, ગુજરાતમાં સાત મેએ મતદાન

આ પણ વાંચો: ચૂંટણીની તારીખો જાહેર થતાં PM મોદીએ કહ્યું- લોકશાહીના મહાપર્વનો થયો શુભારંભ

Back to top button