બનાસકાંઠા : અમીરગઢમાં કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડી એ કર્યું મતદાન
- ખરાડીએ વિજયની આશા વ્યક્ત કરી
પાલનપુર : અમીરગઢ તાલુકા માં હાડ થીજાવતી ઠંડી વચ્ચે લોકશાહી ના પર્વ ને મતદારો ઉત્સાહ પૂર્વક ઉજવવા માટે કતારોમાં લાગી ગયા છે.દાંતા મત વિસ્તારમાં કૉંગ્રેસ ના ઉમેદવાર અમીરગઢ તાલુકા ના ઘોઘુ ગામના હોવાથી તેઓએ વહેલી સવારે પોતાની પત્ની સાથે મતદાન કર્યું હતું. દાંતા મત વિસ્તારના અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો પોલીસ સુરક્ષા તેમજ વહીવટી તંત્રની નજર તળે શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરું થયું છે. જોકે ગ્રામીણ વિસ્તારો મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.તો બીજી બાજુ મોટા સેન્ટરો પર મતદારો નીરસ જોવા મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાન ની વાત કરવા માં આવે અને તેમાં પણ દાંતા મત વિસ્તારની વાત કરીએ તો દાંતા અને અમીરગઢ બન્ને તાલુકાઓ ના મોટા સેન્ટરને બાદ કરતા નાના ગામડાઓમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હોય વહેલી સવારથી મતદારોની કતારો લાગી હતી.
આ પણ વાંચો : પ્રચાર માધ્યમો માટે ‘Exit poll’ સંદર્ભે ચૂંટણી પંચે ફરી એકવાર કરી મહત્વની જાહેરાત