ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા પાલિકાની વૉર્ડ 9 ની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યું

Text To Speech
  • વોર્ડ 9 માં 25 વર્ષ બાદ કોંગ્રેસ સિમ્બોલ પર ચૂંટણી લડશે

પાલનપુર : ડીસા નગરપાલિકાના વોર્ડ 9મા એક સદસ્યે આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારે આજે પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. પાલિકાના વોર્ડ 9 માં 25 વર્ષ બાદ કોંગ્રેસ સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે.

રાજ્યભરમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ 2023માં ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના સદસ્ય ની ખાલી પડેલી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ડીસા પાલિકાના વોર્ડ નંબર 9માં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલા સાદિક શેખે છ માસ અગાઉ પોતાના અંગત કારણોસરથી રાજીનામું આપી દીધું હતું.ત્યારથી આ બેઠક ખાલી પડી હતી એની પેટા ચૂંટણી જાહેર થતા આજે કોંગ્રેસ દ્વારા ઇમરાન કુરેશી ને પોતાનો ઉમેદવાર જાહેર કરતા ઇમરાન કુરેશીએ પોતાનું ચૂંટણી ફોર્મ ભર્યું હતું. ઇમરાન કુરેશી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ સોલંકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દીપક પટેલ સહિતના આગેવાનોની હાજરીમાં નાયબ કલેકટર કચેરી ખાતે ફોર્મ રજૂ કર્યું હતું.

આ અંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, ડીસા પાલિકાની પેટા ચૂંટણી માટે વોર્ડ નંબર નવમાં કોંગ્રેસે આ વિસ્તારના સક્રિય કાર્યકર અને હંમેશા લોકો વચ્ચે રહી લોકોના કામ કરતા યુવા આગેવાન ઇમરાન કુરેશીને ઉમેદવાર બનાવ્યા છે. તેમજ પાલિકાના વોર્ડ નંબર 9માં 25 વર્ષ બાદ કોંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ,ડીસા પાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાં ભાજપના 27, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના એક જ્યારે 14 અપક્ષ સભ્યો ચૂંટાયેલા હતા. જેમાંથી અપક્ષ સદસ્ય સાદીક કુરેશી એ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના આસેડા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત

Back to top button