બનાસકાંઠા: ડીસામાં કોંગ્રેસે બોલાવી તાકીદની બેઠક, કોણે કહ્યું, ગોવાભાઈ શરૂઆત થી લાલચુ રહ્યા
પાલનપુર: ડીસામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ ધારણ કરતા હવે કોંગ્રેસ તરફથી અનેક પ્રતિક્રિયા સામે આવી રહી છે. જોકે ડીસા ખાતે મળેલી કોંગ્રેસની બેઠકમાં ગોવાભાઈ લાલચુ હોવાનું કહી લાલચમાં ભાજપમાં ગયા હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠામાં 35 વર્ષથી કોંગ્રેસના મેન્ડેડ પર કોંગ્રેસમાં તાલુકા પંચાયત થી માડી સાત વખત ધારાસભ્યની ચૂંટણી લડેલા ગોવાભાઈ રબારીએ ભાજપનો ખેસ પહેરતા જ કોંગ્રેસ હવે તીખી પ્રતિક્રિયાઓ આપી રહી છે.
ડીસા શહેર અને તાલુકા પ્રમુખ ની વરણી હવે થશે
ડીસા સર્કિટ હાઉસમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા ની આગેવાનીમાં મળેલી બેઠકમાં કોંગ્રેસના તાલુકા અને શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી કરવા ચર્ચા કરવામાં આવી હતી. સાથે કોંગ્રેસ માં ભંગાણથી કોંગ્રેસને કેટલું નુકસાન થશે ? તેવી સમીક્ષા પણ કરવામાં આવી હતી. ત્યારે બેઠક માં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, ગોવાભાઈ રબારી સાથે કોઇ કાર્યકર કે મોટા નેતાઓ જોડાયા નથી, અને લાલચમાં આવીને પાર્ટી છોડી છે.પણ ભાજપ તેમના કેવા હાલ કરે છે તે સમય બતાવશે. કોંગ્રેસે ગોવાભાઈ ને ઘણું આપ્યું, છતાં આવી લાલચમાં ન આવવું જોઈએ. જોકે આગામી લોકસભામાં કોંગ્રેસને કોઈજ નુકસાન થવાનું નથી.
View this post on Instagram
ગોવાભાઈ જવાથી કોંગ્રેસ ને નુકસાન નથી : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
તો પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ઠાકોર સમાજ અગ્રણી પોપટજી દેલવાડીયાએ જણાવ્યું હતું કે, ગોવાભાઈ એ લાલચુ છે અને લાલચમાં આવીને પાર્ટી સાથે ગદ્દારી કરી છે. બીજું ગોવાભાઈ સામે લાગેલા રૂ. 4.11 કરોડના ભષ્ટાચારમાં જેલમાં ન જવુ પડે તે માટે પણ ભાજપમાં જોડાયા છે. જોકે કોંગ્રેસ ને એમના જવાથી કોઈજ નુકસાન નથી. ડીસા ખાતે મળેલી બેઠક માં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ પણ ગોવાભાઈ સામે રોષ વ્યક્ત કર્યા હતો.