ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ઢીમા ગામના યુવકની લાશ મળી આવતાં ચકચાર

Text To Speech
  • યુવકના મોતનું કારણ અકબંધ પોલીસે તપાસ હાથ ધરી

બનાસકાંઠા 20 જૂન 2024 : ડીસાના વાડી રોડ વિસ્તારમાં આવેલ મોચીવાસ નજીક રામાપીર મંદિર પાસે અવાવરૂ જગ્યામાંથી એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. લાશ મળતાં ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લાશ દુર્ગંધ મારતી હોવાથી સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ ડીસા ઉત્તર પોલીસને જાણ કરતાં ડીસા ઉત્તર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને દુર્ગંધ મારતી લાશને પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં મોકલી તપાસ હાથ ધરી હતી. જ્યારે તપાસ દરમિયાન મૃતકનું નામ અશોકભાઇ રાણાભાઇ શ્રીમાળી (ઉં.વ.આ.45) (રહેવાસી ઢીમા) ગામનો હોવાનું બહાર આવ્યું હતું. જયારે મૃતક જનારના ભાઇની ફરિયાદ લઇ ડીસા ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ

Back to top button