બનાસકાંઠા : ડીસાના લક્ષ્મીપુરા ગામે દલિત યુવતી ની છેડતી કરનાર સામે ફરિયાદ
- છેડતી કરવામાં એક પોલીસ કર્મચારી હોય તેના વિરુદ્ધ પગલાં લેવા પણ રજૂઆત
બનાસકાંઠા : ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે દલિત યુવતી ને જાતી અપમાનિત શબ્દો બોલી તેની છેડતી કરવાના બનાવમાં પોલીસે મોડે મોડે ફરિયાદ નોંધ્યા બાદ છેડતી કરવામાં વાગડોદ પોલીસ સ્ટેશન નો કર્મચારી હોય તેના વિરુદ્ધ પણ પગલાં લેવા યુવતી એ માંગ કરી છે.
અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે દલિત પરિવારની યુવતી ગામની કરિયાણાની દુકાને ચીજ વસ્તુ લેવા ગઈ ત્યારે ત્યાં ઉભેલા રામાભાઇ પ્રભુભાઈ જાટ, નારણભાઈ ખેંગારભાઈ જાટ ,કાંતિભાઈ લાખાભાઈ જાટદિનેશભાઈ લાખાભાઈ જાટ,ધનાભાઈ પ્રભુભાઈ જાટ એ યુવતીને જાતીય અપમાનિત શબ્દો બોલી અહીં કેમ ચીજ વસ્તુઓ લેવા આવે છે .એમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. જેથી યુવતી ડરીને ભાગવા જતા હતી ત્યારે દુપટ્ટો પકડી ખેંચવાની કોશિશ કરી હતી. જેથી યુવતીએ બુમાબુમ કરતાં તેના કાકા હરેશભાઈ આવી જતા આ શખ્સોએ હરેશભાઈને પણ મારામારી કરી ધમકી આપી હતી. તેમજ યુવતીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમા રામાજી પ્રભુજી જાત પાટણ જિલ્લાના વાગડોદ પોલીસ મથકમાં ફરજ બજાવતો હોઈ પોલીસનો રોફ જમાવી ડરાવવાની કોશિશ કરી હતી. આ અંગે યુવતી આગથલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા જતા પોલીસે ફરિયાદ લીધેલી નહીં.યુવતી ની છેડતી કરવામાં પોલીસ કર્મચારી રામાજી પ્રભુજી જાટનું પણ નામ હોવાથી પ્રથમ તો પોલીસ ફરિયાદ લેવા માટે ગલ્લા તલ્લા કર્યા હતા.જ્યારે યુવતી અને તેના પરિવારજનોને મોડે સુધી બેસાડ્યા બાદ મોડી રાત્રે તેઓની ફરિયાદ નોંધ હતી.આથી યુવતીએ આ અંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને પણ રજૂઆત કરી આરોપી પોલીસ કર્મચારી રામાજી પ્રભુજી જાટ તેમના પરિવારને ડરાવતો ધમકાવતો હોવાથી તેની સામે સામે પગલાં લેવાની પણ માંગ કરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા હાઇવેની હોટલમાં LCBની ટીમે રેડ કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો